બરેલીના વેપારી અનીશ નરુલા તેમની કાર લઈને જઈ રહ્યા હતા. કાર ચલાવતી વખતે તેમણે હેલમેટ પહેર્યું ન હોવાથી મેમો આપવામાં આવ્યો હતો. કાર ચલાવતી વખતે હેલમેટ ન પહેર્યું હોવાથી મેમા આપવામાં આવતા વેપારી આશ્ચર્યમાં પડી ગયો હતો.
વેપારીએ કહ્યું કે, જ્યારે મને મેમો મળ્યો ત્યારે જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેમ લાગ્યું હતું. કાર ચલાવતી વખતે મેં હેલમેટ પહેર્યું નહોતું તેમ જણાવવામાં આવીને 500 રૂપિયાનો મેમો ફટકાર્યો હતો. તેણે કહ્યું કે, મારી પાસે ક્રેટા કાર છે અને કારના નંબર પર સ્કૂટીનો મેમો આપવામાં આવ્યો છે.
કાર ચલાવતી વખતે હેલમેટ ન પહેર્યું હોવાથી મેમો મળ્યા બાદ પીડિત વેપારીએ એસપી ટ્રાફિકને ફરિયાદ કરી. જે બાદ એસપીએ કહ્યું, ખોટું બટન દબાઈ જવાથી મેમો ફાટ્યો છે. આ મામલે તપાસ કરવામાં આવશે.
26,000ની ઓટો માટે રિક્ષા ચાલકને અપાયો 47,500 રૂપિયાનો મેમો, જાણો ઓટોવાળેએ શું કર્યું પછી.....
રશિયામાં PM મોદીએ કહ્યું, ચેન્નઈ-વ્લાદિવોસ્તક વચ્ચે ચાલશે જહાજ
BCAનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનાર વ્યક્તિને આ ગુજરાતી ક્રિકેટરે આપી મોતની ધમકી, જાણો વિગત