Children vaccination: ભારત માટે ટૂંક સમયમાં જ કોરોનાની વેક્સિન આવશે, મંગળવારે ભારત બાયોટેકે કહ્યું કે,  કંપનીએ 18 વર્ષ સુધીના લોકો માટેના વેક્સિનેશનના બીજા અને ત્રીજા તબક્કાનું પરિક્ષણ પૂર્ણ કરી લીધું .આ ટ્રાયલનો રિપોર્ટ આવતા સપ્તાહ સુધીમાં આવી જશે.


ભારત બાયોટેક  ઇન્ટરનેશનલ  લિમિટેડના અધ્યક્ષ કૃષ્ણ અલ્લાએ કહ્યું કે,કોવેક્સિનનું ઉત્પાદન ઓક્ટોબરમાં 5.5 કરોડ સુધી પહોંચી જશે. હાલ  સપ્ટેમ્બરમાં 3.5 કરોડ  છે. બાળકો માટેની આ વેક્સિન નાકથી અપાતા ડ્રોપ્સ છે.


ભારત બાયોટેક  ઇન્ટરનેશનલ  લિમિટેડના અધ્યક્ષ કૃષ્ણ અલ્લાએ કહ્યું કે, બાળકોની કોવેક્સિનનું બીજા -ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂર્ણ થઇ ગયું છે. આંકડાનું વિશલેષ્ણ થઇ રહ્યું છે. આવનાર સપ્તાહ સુધીમાં આંકડા સોંપી દઇશું. એક હજાર બાળકો પર તેનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. આ ઇન્ટ્રાનેજલ વેક્સિન છે. જે  વેક્સિન નાકથી પ્રતિરક્ષા  પ્રતિક્રિયા આપશે, જે વાયરસનું પ્રવેશ દ્વાર છે.


દેશમાં કેટલા લોકોને અપાઈ રસી


કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 82,65,15,754 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.   જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. 


લાન્સેટ પત્રિકા દ્વારા જારી એક સ્ટડીમાં દાવો કરાયો છે કે હાલની સિૃથતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. કેમ કે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જોવા મળી રહી છે. રસી હાલ ડેલ્ટા કે આલ્પા વેરિઅન્ટમાં પણ અસરકારક સાબિત થઇ રહી છે એવામાં કોવિન વેક્સિન બૂસ્ટર્સ આપવાની હાલ જરૂર નથી.



દેશમાં કોરોનાની શું છે સ્થિતિ



  • કુલ કેસઃ 3 કરોડ 35 લાખ 31 હજાર 498

  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 27 લાખ 83 હજાર 741

  • કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 01 હજાર 989

  • કુલ મોતઃ 4 લાખ 45 હજાર 768