લખનઉઃ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી(સુભાસપા) ના અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ રાજભરે સોમવારે ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંનેએ 2022ની વિધાનસભા ચૂંટણી ભાગીદારી સંકલ્પ મોર્ચા નામના મોટા ગઠબંધનના હિસ્સા તરીકે લડવાનો ફેંસલો લીધો હતો.
સુભાસપાના મહાસચિવ અરવિંદર રાજભરે જણાવ્યું, ભીમ આર્મી અમારા નેતૃત્વવાળા ભાગીદારી સંકલ્પ મોર્ચાનો હિસ્સો બનશે. તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરાશે. આ બેઠક આશરે અડધો કલાક ચાલી હતી.
ઓમપ્રકાશ રાજભરે કહ્યું, તમામ દલિત, ઓબીસી અને લઘુમતીઓ આ મોર્ચા સાથે આવશે અને અમે બીજેપીને હરાવવાની દિશામાં કામ કરીશું. રાજભરે લોકસભા ચૂંટણી બાદ ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારમાંથી હાંકી કાઢ્યા બાદ ભારતીય જનતા પાર્ટી સાથે સંબંધ ખતમ કરી દીધો હતો.
કોરોના વાયરસના કારણે પેરિસ નહીં જાય દીપિકા પાદુકોણ, ફેશન શોમાં લેવાની હતી ભાગ
ગુજરાત મહિલા કોંગ્રેસનું પ્રદેશ માળખું થયું જાહેર, જાણો કોને-કોને મળ્યું સ્થાન, જુઓ લિસ્ટ
ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ હવે આ પાર્ટી સાથે મળીને UPમાં ચૂંટણી લડશે ભીમ આર્મી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Mar 2020 09:13 PM (IST)
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ રાજભરે સોમવારે ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંનેએ 2022ની વિધાનસભા ચૂંટણી ભાગીદારી સંકલ્પ મોર્ચા નામના મોટા ગઠબંધનના હિસ્સા તરીકે લડવાનો ફેંસલો લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -