બસ મજૂરોને લઈ ભાગલપુર જતી હતી. SDO મુકેશ કુમારે જણાવ્યું કે, બસ અને ટ્રક વચ્ચે ટક્કર થવાથી ટ્રક પલટી ગયો હતો. સાત મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે. મજૂરોના આધાર કાર્ડ પ્રમાણે તેઓ ચંપારણના હતા.
નવગછિયાના એસપી નિધિ રાનીએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે, આજે સવારે સાડા પાંચથી છ વાગ્યા વચ્ચે અમ્ભો ગામ નજીક દુર્ઘટના બની હતી. બસ સ્પીડમાં હતી અને ટ્રકમાં ઘણો વજન હતો. ટ્રકમાંથી એક સાયકલ મળી હતી.
ત્રણ દિવસ પહેલા યૂપીના ઔરૈયામાં વતન પરત ફરી રહેલા મજૂરોની સાથે ભયાનક અકસ્માત થયો હતો. બે ટ્રકોની ટક્કરમાં 24 પ્રવાસી મજૂરોના મોત થયા હતા. 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.