પટનાઃ બિહાર મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી નીતિશ કુમારે આઠ નેતાઓને મંત્રીમંડળમાં સામેલ કર્યા હતા. મંત્રીમંડળ વિસ્તરણમાં ભાજપને એક પણ મંત્રીપદ મળ્યું નથી. જેડીયુએ આ અગાઉ વડાપ્રધાન મોદીના કેબિનેટમાં સામેલ થવાનો ઇનકાર કર્યો નહોતો. અગાઉ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે નીતિશ કુમાર પોતાની  પાર્ટીને કેન્દ્રિય કેબિનેટમાં ફક્ત એક પદ મળવાના કારણે નારાજ છે.


નીતિશ કુમારે મંત્રીમંડળ વિસ્તરણમાં જાતીય સમીકરણનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં 75 ટકા ચહેરાઓ પછાત સમાજથી આવે છે જે આઠ લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે જેમાં ચારને પ્રથમવાર મંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે ચાર અગાઉ મંત્રી રહી ચૂક્યા છે.


જેડીયૂના જે આઠ મંત્રીઓએ શપથ લીધા હતા તેમાં શ્યામ રજક દલિત સમાજથી આવે છે જ્યારે જેડીયૂ પ્રવક્તા નીરજ સિંહ ભૂમિહાર સમાજ, કોગ્રેસમાંથી જેડીયૂમાં સામેલ થયેલા અશોક ચૌધરી દલિત સમાજ, રામસેવક કુશવાહા કોઇરી સમાજ, નરેન્દ્ર નારાયણ યાદવ યાદવ સમાજમાંથી, સંજય ઝા બ્રહ્માણ સમાજ, લક્ષ્મેશ્વર રાય અતિ પછાત અને બીમા ભારતી પણ અતિ પછાત સમાજમાંથી આવે છે.