પટના: બિહાર વિધાનસબા ચૂંટણી માટે ચાલી રહેલી મતગણતરીના વલણ અનુસાર રાજ્યની વિધાનસભાની 243 બેઠકોમાંથી એનડીએ આગળ ચાલી રહ્યું છે. ચૂંટણી પંચના ત્રણ વાગ્યાના આંકડા અનુસાર, વિપક્ષી મહાગઠબંધન 104 સીટ પર આગળ છે. એનડીએ 129 સીટો પર આગળ છે, ચિરાગ પાસવાનની એલજેપી બે સીટ પર અને અન્ય 9 સીટ પર આગળ છે. બહુમત માટે 123 સીટ હોવી જરૂરી છે.
મહાગઠબંધન
આરજેડી- 66
કૉંગ્રેસ-20
લેફ્ટ- 18

કુલ -104
એનીડીએ
ભાજપ -73
જેડીયૂ-50
હમ- 1
વીઆઈપી- 5

કુલ -129

અપક્ષ- 4
એલજેપી- 2
બીએસપી- 2
એઆઈએમઆઈએમ- 2
55 મતગણતરી કેન્દ્રોમાં 414 હોલ બનાવવામાં આવ્યા છે. આ તમામ કેન્દ્રો પર સવારે 8 કલાકથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. બિહારમાં ત્રણ તબક્કામાં 28 ઓક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બરે મતદાન થયું હતું.