પટનાઃ બિહારમાં કોરોનાના વધતાં પ્રભાવને જોઈ સરકારે લોકડાઉન લંબાવવાનો ફેંસલો કર્યો છે. તમામ અટકળો પર વિરામ લગાવતાં ખુદ મુખ્યમંત્રી નીતિશ કુમારે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું, આજે સહયોગી મંત્રીઓ અને પદાધિકારીઓ સાથે બિહારમાં લાગુ લોકડાઉનની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
તેમણે લખ્યું, લોકડાઉનની સકારાત્મક અસર જોવા મળી રહી છે. તેથી બિહારમાં આગામી 10 દિવસ એટલે કે 16 મે થી 25 મે 2021 સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ મુજબ બિહારમાં એક્ટિવ કેસની સંખ્યા 99,624 છે. જ્યારે 5,19,306 લોકો કોરોના સામે જંગ જીતી ચૂક્યા છે. બિહારમાં કોરોનાથી 3503 લોકોના મોત થયા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,62,727 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4120 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,52,181 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 37 લાખ 03 હજાર 665
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 97 લાખ 34 હજાર 823
- કુલ એક્ટિવ કેસ - 37 લાખ 10 હજાર 525
- કુલ મોત - 2 લાખ 58 હજાર 317
17 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 72 લાખ 14 હજાર 256 ડોઝ આપવામાં આવ્યા છે.
કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ
ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 30,94,48,585 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 12 મે ના રોજ 18,64,594 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જ્યારે 11 મેના રોજ 19,83,804 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું. આમ એક જ દિવસમાં 1,19,210 સેમ્પલ ઘટાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ મ્યુકરમાઈકોસિસથી બચવું હોય તો આ માસ્ક પહેરવાનું રાખો, એ સિવાયના માસ્ક પહેર્યા તો આવી બનશે
ગુજરાતમાં કોરોનાના કેસ ઘટવા છતાં વેન્ટિલેટર પર દરદીઓની સંખ્યા ટોચ પર
મ્યુકરમાઈકોસિસથી બચવા માટે કઈ રસી છે અસરકારક ? આ રસી લીધી હોય તેમને નથી થતો મ્યુકરમાઈકોસિસ