નવી દિલ્હીઃ બિહારમાં ધોરણ 9 થી 12ની સ્કૂલો 28 સપ્ટેમ્બરથી શરૂ થશે. કન્ટેનમેન્ટ ઝોનમાં શૈક્ષણિક સંકુલો બંધ રહેશે. શિક્ષણ વિભાગ તરફથી મંગળારે જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ સપ્તાહમાં બે દિવસ જ સ્કૂલ આવવાનું રહેશે. જો કોઈ વાલી તેમના બાળકને સ્કૂલ ન મોકલવા માંગતા હોય તો સ્કૂલ તરફથી કોઈ દબાણ નહીં કરવામાં આવે. સરકારના નિર્ણય પ્રમાણે સપ્તાહમાં બાળકોને બે દિવસ જ સ્કૂલે જવાનું રહેશે. આ દરમિયાન 50% ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ પણ સ્કૂલમાં આવશે. સરકારનો આ આદેશ સરકારી અને ખાનગી બંને પર લાગુ પડશે.

આ નિર્ણય અંતર્ગત 30% બાળકો જ રોજ સ્કૂલ જઈ શકશે. આ વ્યવસ્થા પ્રમાણે 9થી 12 ધોરણના બાળકો જ વિદ્યાલયમાં અભ્યાસ કરી શકશે. સ્કૂલો ખોલવાને લઈને જે ગાઇડલાઇન સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તે આદેશ પ્રમાણે 9થી 12 ધોરણ સુધીના બાળકો એક સપ્તાહમાં ફક્ત બે દિવસ જ સ્કૂલ જઈ શકશે. બિહાર સરકારના આ નિર્ણય અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી જાહેર એસઓપીનું પાલન કરતા સ્કૂલ જવાની મંજૂરી રહેશે.

સ્કૂલ જનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જે ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી મહત્વનું છે. આ સિવાય પ્રેક્ટિકલ ક્લાસ પણ હાલ થશે નહીં. સ્કૂલમાં બાળકોને માસ્ક લગાવીને જ રહેવું પડશે. સેનિટાઇઝર પણ સાથે રાખવું પડશે. વિદ્યાર્થીઓ તેમની પેન, પેન્સિલ, બુક વગેરે અન્ય વિદ્યાર્થી સાથે શેર નહીં કરી શકે. સ્કૂલ પરિસરમાં માસ્ક પહેરીને ફરવું પડશે.

સ્કૂલોમાં કોને નહીં મળે પ્રવેશ

વૃદ્ધ શિક્ષકો કે મોટી ઉંમરના સ્ટાફને નહીં બોલાવી શકાય. કન્ટેનમેન્ટ ઝોનમાંથી શિક્ષકો સ્કૂલમાં નહીં આવી શકે. શરદી-ઉધરસ થઈ હોવા તેવા વિદ્યાર્થીને પણ પ્રવેશ નહીં આપવામાં આવે. જે શિક્ષક કે વિદ્યાર્થીના પરિવાર કે આડોશપાડોશમાં કોઈને કોરોના થયો હશે તો તેઓ પણ નહીં આવી શકે.

ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં શું કરી અરજી ? જાણો વિગત

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો મોટો ફટકો, આ મહિલા નેતા કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં થયા સામેલ