આ અંગે પ્રિયંકા ગાંધી વાડ્રાને પુછવામાં આવ્યું તો પ્રિયંકા ગાંધીએ નોટિસ મોકલવાના સમાચાર મીડિયામાં લીક કરવા પર EDપર નિશાન સાધ્યું હતું. પ્રિયંકાએ મીડિયાને જણાવ્યું હતું કે, "અમને આ નોટિસ સાંજે 4 વાગે મળી પણ તમને આ નોટિસ અમારી પહેલા જ મળી ગઇ હતી"
EDના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર મેસર્સ સ્કાઇલાઇટ હૉસ્પિટાલિટી કંપની મની લૉંડ્રિંગ એક્ટ અંતર્ગત નોટીસ મોકલવામાં આવી છે. જેમા તેમની પાસે નાણાકીય વિગતો અન દસ્તાવેજની માંગ કરવામાં આવી છે.