નવી દિલ્હીઃ સીડીએસ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 11 અન્ય મૃતકોના મૃતદેહ લઇને જઇ રહેલી એમ્બ્યુલન્સમાંથી એકને અકસ્માત નડ્યો હતો. ગુરુવારે સવારે જ મૃતકોના પાર્થિવ દેહને વેલિંગ્ટનથી મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટર લાવવામા આવી રહ્યો હતો. રેજિમેન્ટલ સેન્ટરથી તેમના પાર્થિવ દેહને સુલૂર એરબેઝ લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે કાફલામાં સામેલ એક એમ્બ્યુલન્સ અનિયંત્રિત થઇને પહાડ સાથે ટકરાઇ હતી.






એક રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી અકસ્માતમાં કોઇ જાનહાનિના સમાચાર નથી. પાર્થિવ મૃતદેહોને સુલુર એરબેઝથી આજે સાંજ સુધીમાં દિલ્હી માટે એરલિફ્ટ કરવામાં આવશે.



તમિલનાડુના કુનુરમાં બુધવારે હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત, તેમના પત્ની મઘુલિકા રાવત અને 11 અન્ય સૈન્ય અધિકારીઓનું નિધન થયું હતું. દરમિયાન વેલિંગ્ટન મિલિટરી કોલેજ ખાતે મૃતકોને સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં એક શ્રધ્ધાંજલિ સભા પણ યોજાઈ હતી.


 


IAF Helicopter Crash: સંસદમાં રાજનાથ સિંહે કહ્યુ- 'આ દુર્ઘટના પર તપાસના આદેશ અપાયા છે'


India Corona Cases: દેશમાં સતત બીજા દિવસે વધ્યા કોરોના કેસ, રસીકરણનો આંકડો 130 કરોડને પાર


Rajkot: સિટી બસે ટક્કર મારતાં ગંભીર રીતે ઘાયલ PSIનું નિધન, રજા હોવાથી બહાર નિકળ્યા ને મોત આંબી ગયું...


લાલુપ્રસાદનો પુત્ર તેજસ્વી આજે ક્રિશ્ચિયન યુવતીને પરણશે, જાણો કોણ છે આ યુવતી ? તેજસ્વી સાથે કઈ રીતે થયો પરિચય ?