નવી દિલ્હીઃ દેશના પ્રથમ ચીફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું તમિલનાડુના કુનુરમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. આ દુર્ઘટનામાં જનરલ રાવતના પત્ની મધુલિકા રાવતનું પણ નિધન થયું છે. દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર કુલ 14માંથી 13 લોકોના મોતની પુષ્ટી થઇ છે. જ્યારે દુર્ઘટના ઘાયલ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની સારવાર ચાલી રહી છે. જનરલ રાવતના નિધનથી દેશ દુખી છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કોગ્રેસ નેતા રાહુલ ગાંધી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.


 


જનરલ બિપન રાવતના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું કે જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકાજીના નિધનથી સ્તબ્ધ અને વ્યથિત છું. દેશે પોતાના સૌથી બહાદૂર સપૂતોમાંથી એકને ગુમાવ્યો છે. માતૃભૂમિ માટે તેમની ચાર દાયકાઓ સુધી નિસ્વાર્થ સેવા અસાધારણ વીરતા અને વીરતાથી ચિહ્નિત હતી. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.


 











સીડીએસ રાવત સહિત 13 લોકોના નિધન પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમિલનાડુમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશથી હું ખૂબ દુખી છું. જેમાં  જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને સૈન્યના અન્ય લોકોને આપણે ગુમાવી દીધા છે. તેમણે ભારતની ખૂબ મહેનતથી સેવા કરી. મારી સંવેદના મૃતકના પરિવારજનો સાથે છે.


 














 


સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે તમિલનાડુમાં આજે એક ખૂબ દુર્ભાગ્યપૂર્ણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને 11 અન્ય સશસ્ત્ર દળોના જવાનો આકસ્મિત નિધનથી દુખ વ્યક્ત કરું છું. તેમના આકસ્મિત નિધન આપણા સશસ્ત્રદળો અને દેશ માટે એક ના પુરી કરી શકાય તેવી ક્ષતિ છે.


 














 


ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે આપણે સીડીએસ જનરલ બિપિન રાવતને એક દુર્ઘટનામાં ગુમાવ્યા છે. આ  દેશ માટે ખૂબ મુશ્કેલ દિવસ છે. તેઓ હિંમતવાન સોલ્જર હતા. જેમણે પોતાની માતૃભૂમિની સેવા પરમ ભક્તિથી કરી હતી. તેમના યોગદાનને શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં.










 



કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું કે હું જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. આ એક અભૂતપૂર્વ ત્રાસદી છે અને આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે. બાકી અન્ય લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પ્રત્યે દિલથી સંવેદનાઓ વ્યક્ત કરું છું.