બિપિન રાવતે કહ્યું કે, ત્રણેય સેનાઓ એકસાથ રહેશે, અમે સંશાધનોનો બેસ્ટ ઉપયોગ કરીશુ. આ પહેલા ત્રણેય સેનાઓએ બિપિન રાવતને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતુ. બિપિન રાવત ગઇકાલે સેના પ્રમુખ પદેથી રિટાયર થયા હતા, અને તેની જગ્યાએ નરવાણેએ નવા સેના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો હતો.
બિપિન રાવતે કહ્યું- સશસ્ત્ર બળ પોતાની જાતને રાજનીતિથી દુર રાખે છે, અને સરકારના નિર્દેશો અનુરૂપ કામ કરે છે. તેમને વધુમાં કહ્યું કે સીડીએસ તરીકે મારુ કામ ત્રણેય સેનાઓની વચ્ચે સમન્વય સાધવાનુ અને એક ટીમ તરીકે કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનુ રહેશે.
ઉલ્લેખનીય છે કે બિપિન રાવતે 65 વર્ષના ઉંમર સુધી દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ રહેશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદ પર 4 સ્ટાર જનરલ રેંકના સેન્ચ અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને ત્રણે સેનાઓના પ્રમુખોની બરાબર સેલરી પણ આપવામાં આવશે.
બિપિન રાવતે રિટાયર થયા ત્યારે સેનાનો આભાર માન્યો હતો અને કહ્યું હતુ કે, હું ભારતીય સેના અને બધા અધિકારીઓને અભિનંદન પાઠવુ છુ, તેમના સહયોગના કારણે હુ સફળતાપૂર્વક કાર્યકાળ પુરો કરી શક્યો. હું તેમના પરિવારજનોને, વીર નારીઓ અને માતાઓને નવા વર્ષનુ ખુબ ખુબ શુભેચ્છાઓ પાછવુ છુ.