કોરોના વાયરસે પહેલાથી દુનિચામાં હાહાકાર મચાવ્યો છે, તેવી સ્થિતિમાં વધુ એક બીમારીએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. દેશમાં હાલ બર્ડ ફ્લૂએ માથું ઉંચકર્યું છે. બર્ડફ્લૂના મામલા વધી રહ્યાં છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં તો બર્ડ ફ્લૂને લઇને એલર્ટ જારી કરી દેવાયું


છે. હિમાચલ પ્રદેશમાં માછલી, ચિકન પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. રાજસ્થાનમાં તો બર્ડ ફ્લૂના કારણે 500થી વધુ કાગડાના મોત થઇ ગયા છે. બાકીના રાજ્યોમાં પણ કંઇક આવો જ હાલ છે. આ બીમારી માત્ર પક્ષી માટે સીમિત નથી. બર્ડ ફ્લૂના વાયરલ હ્યુમન બોડીમાં પણ ફેલાઇ છે. જે ખૂબ જ

ઘાતક સાબિત થઇ શકે છે. બર્ડ ફ્લૂએ દેશમા માથું ઉંચક્યું છે ત્યારે બીમારીના લક્ષણો, કારણો અને ઉપાય જાણીએ...

માનવી માટે ખતરનાક છે આ બીમારી

બર્ડ ફ્લૂ માત્ર પક્ષીમાં જ નહી પરંતુ જાનવર અને માણસને પણ સંક્રમિત કરે છે. બર્ડ ફ્લૂનો સમયસર ઇલાજ ન થાય તો જીવલેણ પણ સાબિત થઇ શકે છે.
વ્યક્તિ કઇ રીતે થાય છે સંક્રમિત ?

બર્ડ ફ્લૂને એવિયન ઇન્ફ્લૂએન્ઝા પણ કહેવાય છે. આ એક પ્રકારનું વાયરલ ઇન્ફેકશન છે. આમ તો બર્ડ ફ્લૂ અનેક પ્રકારના હોય છે પરંતુ (H5N1) પહેલો એવો વાયરસ હતો, જેનાથી પહેલી વખત વ્યક્તિ સંક્રમિત થઇ હતી. તેનો પહેલો કેસ 1997માં હોંગકોંગમાં સામે આવ્યો હતો. આ બીમારી

સંક્રમિત પક્ષીના મળ,લાળ, આંખમાંથી નીકળતા પાણીના સંપર્કમાં આવવાથી થાચ છે.
બર્ડ ફ્લૂનું જોખમ કોને વધુ?

મરઘા પાલનનો વ્યવસાય કરતા લોકો બર્ડ ફ્લૂથી વધુ સંક્રમિત થઇ શકે છે. કાચું કે અડધુ પાકેલું ઇંડુ ખાવાથી સંક્રમણનો ભય રહે છે. સંક્રમિત પક્ષીના વિસ્તારમાં જવાથી સંક્રમણનું જોખમ રહે છે. બર્ડ ફ્લૂના લક્ષણો પણ કોવિડ-19ની જેમ સમાન હોવાથી બર્ડ ફલૂને પારખવો મુશ્કેલ થઇ જાય છે.
બર્ડ ફ્લૂના લક્ષણો

- ગળામાં ખરાશ
-નાક બંધ થઇ જવું
- થાક લાગવો
- ઠંડી લાગવી
- તાવ આવવો
-સાંધામાં દુખાવો થવો
- છાતીમાં દુખાવો થવો

જો આપને પણ આ પ્રકારના લક્ષણો દેખાય તો સાવધાન થઇ જવુ અને તરત તબીબની સલાહ લેવી.

બર્ડ ફ્લૂથી બચવાના ઉપાય

- ચિકન ઇંડા ખાવાનું બંધ કરવું
- વારંવાર હાથ ધોતા રહેવું
- પક્ષીઓથી દૂર રહેવું
- જે જગ્યાએ બર્ડ ફ્લૂનો પ્રકોપ હોય, તે સ્થાનથી દૂર રહેવું
- ઇન્ફ્લૂએન્ઝાની વેક્સિન લગાવવા માટે તબીબની સલાહ લેવી