કોલકાતા: પશ્ચિમ બંગાળના ભાજપના નેતા અનુપમ હાજરા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. અનુપમ હાજરાએ થોડા દિવસો પહેલા વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થશે તો રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પોતાના ગળે લગાવશે. હાજરાના આ નિવેદન પર તૃણમૂલ કોંગ્રેસે તેમના પર પ્રહાર કર્યા હતા.


પશ્ચિમ બંગાળ ભાજપના નેતા અનુપમ હાજરાએ સોશિયલ મીડિયા દ્વારા શુક્રવારે માહિતી આપી કે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું કે, તેઓ કોલકાતાના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ છે. તેમની હાલત સ્થિર છે.

તેમણે જણાવ્યું કે હાજરાને સ્વાસ્થ્યને લઈ ફરિયાદ કરી. તેમના નમૂના કોરોના વાયરસ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા. ગુરૂવારે રાત્રે તપાસ રિપોર્ટ આવ્યો જેમાં હાજરા કોરોના સંક્રમિત હોવાની પુષ્ટી થઈ હતી.

વિવાદિત નિવેદન બાદ તૃણમૂલ કૉંગ્રેસે હાજરા સામે એક સાર્વજનિક હસ્તીની છબી ખરડવા તથા સંવિધાનના ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતા ફરિયાદ દાખલ કરી હતી.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ