પુ઼ડુચેરી: હાથરસમાં કથિત સામુહિક બળાત્કાર પીડિતાના પરિવારને મળવા જઈ રહેલા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા વિરુદ્ધ પોલીસના ખરાબ વર્તનથી નારાજ પુડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામી અને તેમના સાથી મંત્રીઓ શુક્રવારે ભૂખ હડતાળ પર બેઠા છે.
પુડુચેરી કૉંગ્રેસ પ્રમુખ એ વી સુબ્રમણ્યમે ભૂખ હડતાળનું નેતૃત્વ કર્યું છે. કૉંગ્રેસની યુવા અને વિદ્યાર્થી શાખાઓના પ્રતિનિધિમંડળોએ રાષ્ટ્રીય દળ તરફથી પ્રદર્શનમાં ભાગ લીધો હતો. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી ભૂખ હડતાળ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે.
નારાયણસામીએ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ પોલીસની કાર્યવાહીની ગુરુવારે આકરી ટીકા કરી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘ઉત્તર પ્રદેશ પોલીસની કાર્યવાહી પ્રદેશના હિટલર રાજ અને જંગલ રાજને દર્શાવે છે.’
કૉંગ્રેસ નેતાઓએ કહ્યું કે, રાહુલ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી ધૃષ્ટતા, અલોકતંત્ર અને બુનિયાદી લોકતાંત્રિક અધિકારોને ખતમ કરવાનો સ્પષ્ટ પ્રયાસ છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ, પ્રિયંકા અને તેમની પાર્ટીના લગભગ 150 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે તેઓ પીડિતાના પરિવારના મળવા હાથ જઈ રહ્યાં હતા.
યૂપીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસ કાર્યવાહીથી નારાજ પુડુચેરીના CM વી નારાયણસામી બેઠા ભૂખ હડતાળ પર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Oct 2020 04:16 PM (IST)
નારાયણસામીએ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ પોલીસની કાર્યવાહીની ગુરુવારે આકરી ટીકા કરી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘ઉત્તર પ્રદેશ પોલીસની કાર્યવાહી પ્રદેશના હિટલર રાજ અને જંગલ રાજને દર્શાવે છે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -