નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા યાદવને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અપર્ણા યાદવને આ ધમકી વોટ્સએપ કોલ પર મળી છે. આ અંગે લખનઉના ગૌતમપલ્લી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.


વોટ્સએપ કોલ પર AK-47થી મળેલી ધમકી બાદ ગૌતમપલ્લી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. અપર્ણા યાદવ યુપી વિધાનસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તે 19 જાન્યુઆરીએ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા બાદ ભાજપમાં જોડાયા હતા.   યુપી બીજેપી અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ તેમને પાર્ટીમાં સામેલ કર્યા હતા. અપર્ણાએ કહ્યું હતું કે તે ચૂંટણી લડવા માટે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પાર્ટીમાં જોડાઈ હતી.


મુલાયમ સાથે ફોટો શેર કર્યો


ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયાના ત્રીજા દિવસે અપર્ણા યાદવે મુલાયમ સિંહ યાદવના આશીર્વાદ લીધા હતા. મુલાયમ પાસેથી આશીર્વાદ લેવાનો ફોટો ટ્વિટર પર શેર કરતા તેમણે લખ્યું, 'ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા લીધા બાદ લખનઉ આવીને પિતા/નેતાજીના આશીર્વાદ લીધા'.


2017માં ચૂંટણી લડી


ઉલ્લેખનીય છે કે અપર્ણા મુલાયમ સિંહની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર પ્રતીક યાદવની પત્ની છે. 2017 માં તેઓએ લખનઉની કેન્ટ વિધાનસભા બેઠક પરથી સપાની ટિકિટ પર ચૂંટણી લડી હતી. જો કે આ ચૂંટણીમાં તેમને ભાજપના રીટા બહુગુણા જોશી વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.


 


ફિલ્મોના આ જાણીતા હીરો પર નોંધાયો છેતરપિંડીનો કેસ, મહિલા પાસેથી લીધા હતા બે કરોડ ને પછી............


Pushpa The Rule: પુષ્પા - 2ના શૂટિંગને લઈને આવ્યું અપડેટ, જલ્દી જ આવશે ચાહકોની આતુરતાનો અંત


2022 Citroen C3 Turbo petrol review: Citroen C3 છે પાવરપેક હેચબેક, જાણો ક્યારથી શરૂ થશે પ્રીબુકિંગ


32 વર્ષીય મહિલા સાંસદે પેન્ટ સાથે બ્રામાં કરાવ્યુ હૉટ ફોટોશૂટ, વીડિયોમાં જુઓ બૉલ્ડ અવતાર