ભોપાલ: ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ એકવાર ફરી નવો વિવાદ ઉભો કરી દીધો છે. બંધારણના ‘આર્ટિકલ 30’ને લઈ કૈલાશ વિજયવર્ગીયએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે ગુરુવારે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વીટ કરી કે, દેશમાં બંધારણીય સમાનતાના અધિકારને ‘આર્ટિકલ 30’ સૌથી વધુ નુકસાન પહોંચાડી રહ્યું છે.


કૈલાસ વિજયવર્ગીયએ ટ્ટીટમાં લખ્યું કે, “દેશના સંવિધાનિક સમાનતાના અધિકારને ‘આર્ટિકલ 30’ સૌથી વધુ નુકસાન પહોંચાડી રહ્યું છે. આ અલ્પસંખ્યકોને ધાર્મિક પ્રચાર અને ધાર્મિક શિક્ષણની મંજૂરી આપે છે. જે અન્ય ધર્મોને નથી મળતી. જ્યારે આપણો દેશ ધર્મનિરપેક્ષ છે. તો ‘આર્ટિકલ 30’ની શું જરૂર.”



શું છે આર્ટિકલ- 30 અને 30એ

આર્ટિકલ 30 લઘુમતી વર્ગો માટે શૈક્ષણિક સંસ્થાની સ્થાપના અને તેમના સંચાલનની વાત કરે છે. જ્યારે આર્ટિકલ 30(1) અનુસાર તમામ લઘુમતી વર્ગોને તેમની રુચિ પ્રમાણે શિક્ષણ સંસ્થાની સ્થાપના કરવાનો અધિકાર ધર્મ કે ભાષા આધાર પર હશે.

શું છે આર્ટિકલ 30(1A)
30(1A)અનુસાર લઘુમતી વર્ગ દ્વારા સ્થાપિત શિક્ષણ સંસ્થા માટે રકમ નિર્ધારિત કરી શકે છે.

નોંધનીય છે કે, કોઈ પણ ધાર્મિક ગ્રંથનું નામ બંધારણમાં ક્યાય ઉલ્લેખ નથી. ભારતનું સંવિધાન ધર્મનિરપેક્ષ છે. સાથે તેમાં એવી કોઈ જોગવાઈ નથી જેમાં કહેવામાં આવ્યું હોય કે, સ્કૂલોમાં ગીતા ભણાવવામાં આવે અથવા મદરસોમાં કુરાન.