નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં આત્મહત્યાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. દક્ષિણી દિલ્હીના મેદાન ગઢી વિસ્તારમાં નવા મોબાઇલ ફોનને લઇને પતિ સાથે પત્નીનો ઝઘડો થઇ ગયો, બાદમાં પત્નીએ કથિત રીતે અગ્નિસ્નાન કરી લીધી હતુ.
એબીપી ન્યૂઝની હિન્દી વેબસાઇટ પર પ્રકાશિત થયેલા રિપોર્ટ પ્રમાણે, પોલીસે જણાવ્યુ કે જ્યોતિ મિશ્રા (29) પોતાના બાળકોના ઓનલાઇન ક્લાસ માટે નવો મોબાઇલ ફોન અપાવવાની માંગણી કરી રહી હતી. બુધવારે જ્યારે તેનો પતિ પ્રમોદ મિશ્રાએ મોબાઇલ ફોન ખરીદવા માટે થોડાક દિવસ રાહ જોવાનુ કહ્યું તો તેને પોતાના ઉપર કેસોસીન છાંટીને આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસ અનુસાર, મહિલાને 90 ટકા સળગેલી અવસ્થામાં સફદરગંજ હૉસ્પીટલમાં પહોંચાડવામાં આવી, જ્યાં ગુરુવારે તેને દમ તોડી દીધો હતો. પોલીસે કહ્યું કે તેને ઘટનાસ્થળેથી પ્લાસ્ટિકનુ કેન અને માચિસની સળીઓ મળી છે. પ્રમોદના સાત વર્ષ પહેલા લગ્ન થયા હતા અને દંપતિના બે બાળકો છે.
વળી ડીસીપી અુતલ કુમાર ઠાકુરે જણાવ્યુ કે મહિલા ગંભીર રીતે સળગી ગઇ હતી. મહિલાએ નિવેદન આપ્યુ કે તેના પતિ સાથે ઝઘડો થયો હતો, અને પાડોશી મુન્ના શર્માનું નિવેદન નોંધી લેવામાં આવ્યુ છે. તેના ભાઇએ કોઇપણ પ્રકારનો શક નથી કર્યો.
દિલ્હીઃ પતિએ નવો મોબાઇલ ફોન ના અપાવ્યો તો પત્નીએ કરી લીધુ અગ્નિસ્નાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 May 2020 10:25 AM (IST)
એબીપી ન્યૂઝની હિન્દી વેબસાઇટ પર પ્રકાશિત થયેલા રિપોર્ટ પ્રમાણે, પોલીસે જણાવ્યુ કે જ્યોતિ મિશ્રા (29) પોતાના બાળકોના ઓનલાઇન ક્લાસ માટે નવો મોબાઇલ ફોન અપાવવાની માંગણી કરી રહી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -