કેન્દ્રીય મંત્રી નકવીએ રમઝાનના પવિત્ર મહિનામાં તમામ ધાર્મિક, જાહેર, વ્યક્તિગત સ્થળો પર લોકડાઉન, કર્ફ્યુ, સોશિયલ ડિસ્ટેંસિંગનું પ્રભાવી રીતે પાલન કરવા તથા લોકોને તેમના ઘરમાં જ રહીને ઈબાદત (પ્રાર્થના) કરવા કહ્યું હતું.
વીડિયો કોન્ફરન્સમાં ઉત્તર પ્રદેશ (શિયા તથા સુન્ની), આંધ્રપ્રદેશ, બિહાર (શિયા તથા સુન્ની), દાદરા નગર હવેલી, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, આસામ, મણિપુર, રાજસ્થાન, તેલંગાણા, અંદામાન અને નિકોબાર, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલપ્રદેશ, જમ્મુ એન્ડ કાશ્મીર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓડિશા, પુડ્ડુચેરી, તમિલનાડુ, ત્રિપુરા અને ઉત્તરાખંડના વક્ફ બોર્ડના વરિષ્ઠ સભ્યો સામેલ થયા હતા.
દેશના અનેક વક્ફ બોર્ડ હેઠળ સાત લાખથી વધારે રજિસ્ટર્ડ મસ્જિદ, ઈદગાહ, દરગાહ સહિત અન્ય મુસ્લિમ ધાર્મિક સ્થળો છે.
દેશમાં કોરોના સંક્રમણને ફેલાતું રોકવા 3 મે સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. ખુદ પ્રધાનમંત્રીએ લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેંસિંગ પાલન કરવાની અપીલ કરી છે.