એક અધિકારીએ હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું કે, ભારતે 108 દેશોને 8.5 કરોડ હાઇડ્રોક્સીક્લોરોક્વીન (HCQ) ટેબલેટ અને 50 કરોડ પેરાસિટામોલ ટેબલેટ મોકલી છે. આ ઉપરાંત પેરાસિટામોલ ટેબલેટ બનાવવા માટે એક હજાર ટન મિશ્રણ પણ મોકલ્યું છે. ભારત 60 દેશોને ચાર હજારથી વધારે કન્સાઈનમેંટ મોકલી રહ્યું છે. મેડિકલ સપ્લાઈ 108 દેશમાં થઈ રહ્યો છે.
આ પૂરવઠો ઈન્ડિયન એરફોર્સના વિમાન, વિદેશી નાગરિકોન લેવા આવતા ચાર્ટર અને કાર્ગો પ્લેન દ્વારા મોકલવામાં આવી રહ્યો છે. ભારત સહિત મોટાભાગના દેશોમાં વિમાન સર્વિસ બંધ હોવાથી આ એક મોટું અને જટિલ અભિયાન છે.
બુધવારે મોરેશિયસ અને સેસેલ્સે સ્પેશિયસ ઈન્ડિયન એરફોર્સના વિમાનથી દવા મોકલવામાં આવી છે. સ્પેશલ ચાર્ટરથી અફઘાનિસ્તાનમાં પણ દવા મોકલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસથી પ્રભાવિત મિત્ર દેશોને પહેલા દવા મોકલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સંકટના સમયમાં મદદ માંગનારા કેટલાક દેશોની અપીલને મંજૂર કરવા જઈ રહ્યા છીએ. જે એક થી બે દિવસમાં થઈ જશે.
ભારતે તેની જરૂરિયાતનો દવાનો સ્ટોક રાખ્યા બાદ બાકીનો જથ્થો વિદેશમાં મોકલી રહ્યું છે. વિદેશ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું, જે પણ માલ તૈયાર હતો અને એરપોર્ટ કે પોર્ટ્સ પર પડ્યો હતો તથા ઘરેલુ ઉપયોગ નહોતો કરવાનો તે મોકલવામાં આવી ચુક્યો છે. ભારતે અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાંસ, સ્પેન, નેધરલેન્ડ સહિત 24 દેશોને 8 કરોડ HCQ ટેબલેટ વાણિજ્યિક કરાર હેઠળ આપી છે. જ્યારે ઈટાલી, સ્વીડન અને સિંગાપુર સહિત 52 દેશોમાં પેરાસિટામોલ ટેબલેટ મોટી માત્રામાં મોકલી છે. અનેક દેશોમાં બંને દવા મોકલવામાં આવી છે.
હાલ વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 20 લાખ 50 હજારને પાર કરી ગઈ છે. જેમાંથી સવા લાખ કરતા વધારે લોકોના મોત થયા છે.