Lok Sabha Elections 2024: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં દામોદર અગ્રવાલને રાજસ્થાનની ભીલવાડા લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા ભાજપે ગઈકાલે તેના ઉમેદવારોની આઠમી યાદી બહાર પાડી હતી. જેમાં પંજાબની ગુરદાસપુર લોકસભા સીટ પરથી વર્તમાન સાંસદ અને બૉલીવૂડ એક્ટર સની દેઓલની ટિકિટ રદ્દ કરવામાં આવી છે. તેમની જગ્યાએ દિનેશ સિંહને ટિકિટ આપવામાં આવી હતી.




અત્યાર સુધી 412 ઉમેદવારોના નામની થઇ ચૂકી છે જાહેરાત 
ભાજપે અત્યાર સુધીમાં 543 સભ્યોની લોકસભા ચૂંટણી માટે 412 બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી છે. 543 લોકસભા બેઠકો માટે 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 4 જૂને મતગણતરી થશે.


4 જુનના રોજ પરિણામ આવશે



  • તબક્કો 1: 19 એપ્રિલ 2024 મતદાન

  • તબક્કો 2: 26 એપ્રિલ 2024 મતદાન

  • તબક્કો 3: 7 મે 2024 મતદાન

  • તબક્કો 4: 13 મે 2024 મતદાન

  • તબક્કો 5: 20 મે 2024 મતદાન

  • તબક્કો 6: 25 મે 2024 મતદાન

  • તબક્કો 7: 1 જૂન 2024 મતદાન


ગુજરાતમાં 7મેના રોજ મતદાન થશે


ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાશે. ગુજરાત સહિત તમામની મતગણતરી 4 જૂનના રોજ થશે. 


લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે, 19 એપ્રિલથી શરૂ થશે, 4 જૂને પરિણામ આવશે
લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.