નવી દિલ્હીઃ કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કર્ણાટકમાં બીજેપી દ્ધારા સરકાર બનાવવાના પ્રયાસોને બંધારણની મજાક ઉડાવવા બદલ ગણાવી હતી. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, બીજેપી બંધારણની મજાક ઉડાવી રહી છે. તે કર્ણાટકમાં બહુમત વિના સરકાર બનાવવા માંગે છે. આજ સવારે જ્યારે બીજેપી પોતાની જીતની ઉજવણી મનાવી રહી હશે દેશ લોકતંત્રની હારનો શોક મનાવશે.

રાહુલે કહ્યું કે, કર્ણાટકમાં બીજેપી દ્ધારા બહુમત વિના સરકાર બનાવવાના પ્રયાસો બંધારણની મજાક ઉડાવવા બરોબર છે. નોંધનીય છે કે કર્ણાટકમાં બીજેપી નેતા યેદુરપ્પાએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા અને તેમને 15 દિવસમાં બહુમત સાબિત કરવી પડશે. આ અગાઉ કોગ્રેસ આ મામલે સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. કોર્ટે યેદુરપ્પાના શપથગ્રહણ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો હતો.