શરદ પવારે શિવસેના સાથે મળી મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે આપ્યો ચોંકાવનારો જવાબ, જાણો વિગત
બીજેપી સાંસદ હરનાથ સિંહ યાદવે કહ્યું કે, વિશ્વભરમાંથી કે ભારતના 130 કરોડ લોકોમાંથી જ્યારે કોઈ મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સ્થળને જોવા આવે છે ત્યારે તેમના મનમાં દુખ થાય છે. આ દુખ કૃષ્ણ જન્મભૂમિમાં કૃષ્ણની કેદ અવસ્થામાં રહેવાના કારણે છે. હું પણ ભગવાન કૃષ્ણની આ સ્થિતિથી દુખી છું.
રાજ્યસભાનું 250મું સત્ર, PM નરેન્દ્ર મોદીના સંબોધનની 10 મોટી વાતો
જ્યારે પણ મથુરમાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા જશો તો પ્રભુશ્રી કૃષ્ણનો આદેશ થશે કે આ સ્થિતિમાંથી મુક્તિ અપાવવા માટે શું કરવું જોઈએ? હરનાથ સિંહ યાદવ કહે છે કે ભગવાન કૃષ્ણ જ નક્કી કરશે કે તેમણે શું કરવાનું છે. ભગવાનથી મોટું કોઈ નથી. ભગવાન કૃષ્ણ જ નક્કી કરશે કે રામ જન્મભૂમિની જેમ કૃષ્ણ જન્મભૂમિ પર આંદોલન થશે કે ભવ્ય શ્રીકૃષ્ણ મંદિર બનાવાનો માર્ગ મોકળો થશે. હરનાથ સિંહ યાદવનું માનવું છે કે રામ જન્મભૂમિમાં આદોલન કરનારા સંગઠન જો કૃષ્ણ જન્મભૂમિ માટે આંદોલન કરશે તો તે ભગવાન કૃષ્ણનો જ ફેંસલો હશે.