રાજસ્થાનઃ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા ફરી એકવાર વિવાદમાં આવી ગઇ છે. આ વખતે બીજેપી નેતા સંદિપ પાત્રાએ તેમના પર સીધો હુમલો કર્યો છે. સંબિત પાત્રાએ તેમની જન્મદિવસની તસવીરો પર નિશાન સાધ્યુ છે. ખરેખરમાં, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા 12મી જાન્યુઆરી 2022ના દિવસે રાજસ્થાનમાં હતી, અને તેમને રણથમ્ભોરમાં વાઘોની વચ્ચે પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો.
પ્રિયંકા ગાંધી વાડ્રાની તસવીરો તેમના પતિ રોબર્ટ વાડ્રએ પોતાના ફેસબુક પર શેર કરી છે, પ્રિયંકા ગાંધી વાડ્રા અને તેમનો આખો પરિવાર પોલીસ કડક પોલીસ સુરક્ષા વચ્ચે 12મી જાન્યુઆરીએ રણથમ્ભોર પહોંચ્યો હતો. પ્રિયંકા ગાંધી વાડ્રાએ અહીં વાઘોની વચ્ચે જંગલમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો, આ તસવીરો શેર થતાની સાથે જ બીજેપી નેતા સંબિત પાત્રાએ સવાલો ઉઠાવ્યા છે.
સંબિત પાત્રાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું કે, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા 12મી જાન્યુઆરીએ રાજસ્થાનમાં હતા, આ દરમિયાન અલવર ઘટના બની હતી, છતાં તેઓ અલવર પીડિત પરિવારને ન હતા મળ્યા. સંબિત પાત્રાની આ પ્રેસ કૉન્ફરન્સથી રાજકીય ગરમી વધી ગઇ છે. રાજસ્થાનમાં અલવર ઘટનાને લઇને કોંગ્રેસ અને બીજેપી ફરી એકવાર સામસામે હુમલાઓ કરી રહ્યાં છે.
આ પણ વાંચો.........
પબજીમાં દવાના વેપારીના દીકરાએ 17 લાખ રૂપિયા ગુમાવ્યા, પિતરાઇ ભાઇ સહિત ચાર લોકોની ધરપકડ
આ પાંચ ફિચર્સથી બદલાઇ જશે Whatsapp યૂઝર્સને એક્સપીરિયન્સ, જાણો વિગતે