દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે બ્લેક ફંગસ (Black fungus ) ના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશના 8 જેટલા રાજ્યએ આ રોગને મહામારી જાહેર કરી ચૂક્યા છે. ત્યારે સતત વધી રહેલા મ્યૂકોરમાઈકોસિસે લોકોની ચિંતા વધારી દીધી છે. એવામાં લોકોના મનમાં એ પણ સવાલ હશે કે શું કોરોનાથી સાજા થયા બાદ પણ બ્લેક ફંગસનું સંકમણ થઈ શકે છે. શું કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોને પણ બ્લેક ફંગસનો ખતરો છે. જાણો નિષ્ણાંતો શું કહી રહ્યા છે. 


કોને થઈ શકે છે કે બ્લેક ફંગસનું સંક્રમણ ?


ડૉક્ટરોનું કહેવું છે કે, બ્લેક ફંગસનો ખતરો એ લોકોમાં સૌથી વધારે છે જેને ડાયાબિટીઝની સમસ્યા છે. જે લોકો લાંબા સમયથી સ્ટીરોઇડ્સ પર હતા અથવા જેમની ઇમ્યુનો થેરાપી ચાલી રહી છે. આ સિવાય કેન્સરના દર્દીઓમાં અને જો કોઈ પણ પ્રકારનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હશે તો પણ જોખમ હોઈ શકે છે. પરંતુ સામાન્ય વ્યક્તિને બ્લેર ફંગસનો ચેપ લાગવાની સંભાવના ઘણી ઓછી હોય છે.


શું છે બ્લેક ફંગસ અથવા મ્યુકોરમાઈકોસિસ ?


બ્લેક ફંગસ (black fungus) એક દુર્લભ પ્રકારનું ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શન શરીરમાં બહુજ ઝડપથી ફેલાય છે.  બ્લેક ફંગસનુ સંક્રમણ મોટાભાગના દર્દીઓમાં જોવા મળ્યુ છે, જે ડાયાબિટીસથી પીડિત છે. અગાઉથી સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાય રહેલા શરીરમાં વાતાવરણમાં હાજર રોગજનક વાયરસ, વેક્ટેરીયા અથવા અન્ય પેથોડન્સ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.  આ ફંગસના કારણે મસ્તિષ્ક, ફેફસા અને ચામડી પર પણ  અસર જોવા મળે છે. આ કારણે કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાકડાં પણ ઓગળી જાય છે. જો સમય રહેતા આનો ઇલાજ ના મળે તો દર્દીનુ મોત પણ થઇ શકે છે.


બ્લેક ફંગસના લક્ષણો


સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની માનીએ તો મ્યુકોરમાઇકોસિસના લક્ષણોમાં માથાનો દુખાવો, આંખમાંથી પાણી જવું. આંખ લાલ થવી. આંખમાં દુખાવો,  અને સાઇનસ પર તેની અસર જોવા મળે છે. કોરોનાની બીજી લહેરમાં બ્લેક ફંગસના દર્દીની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. 


બ્લેક ફંગસનું જોખમ એ દર્દીમાં વધુ જોવા મળે છે. જે ડાયાબિટીસથી પીડિત છે. આ સ્થિતિમાં કોરોના દર્દીએ તેના શુગર લેવલ પર વધુ ધ્યાન આપવું જોઇએ, તેથી આ બીમારીથી બચવામાં મદદ મળી શકે.