Coronavirus in Mumbai: દેશની આર્થિક રાજધાની મુંબઇમાં ફરી એકવાર કોરોના વાયરસની રિએન્ટ્રી થઇ છે. કોરોનાએ ફરી માથુ ઉંચકતા સરકાર ચિંતિત થઇ છે. મુંબઇમાં છેલ્લા 24 કલાકની અંદર જીવલેણ કોરોનાના 2054 નવા કેસો  સામે આવ્યા છે, અને બે લોકોના મોત પણ થયાના સમાચાર છે. 


કોરોના અંગે બૃહ્દમુંબઇ મહાનગરપાલિકા (બીએમસી)એ બતાવ્યુ કે મહાનગરમાં અત્યાર સુધી કૉવિડ-19ના સામે આવેલા કુલ કેસોની સંખ્યા વધીને 10 લાખ 92 હજાર 557 થઇ ગઇ છે. જાણો શું છે મુંબઇની તાજા સ્થિતિ............ 


મહાનગર પાલિકાએ બતાવ્યુ કે છેલ્લા 24 કલાક દરમિયાન બે દર્દીઓના મોત થઇ ગયા છે અને અહીં 19 હજાર 582 લોકો મહામારીમાં જીવ ગુમાવી ચૂક્યા છે. બીએમસી અનુસાર, શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1743 દર્દીઓ સાજા થયા છે, જેની સાથે અત્યાર સુધી 10 લાખ 59 હજાર 362 દર્દીઓ ઠીક થઇ ચૂક્યા છે. બીએમસી અનુસાર હાલમાં મુંબઇમાં 13 હજાર 613 દર્દીઓ સારવાર હેઠળ છે. 


મહારાષ્ટ્રામાં 3883 નવા કેસો નોંધાયા, બે લોકોના મોત -
વળી, જો વાત આખા મહારાષ્ટ્રની કરીએ તો શનિવારે કોરોનાના 3883 નવા કેસો નોંધાયા છે. જેમાંથી 2054 સંક્રમિતો રાજધાની મુંબઇના છે. વળી, છેલ્લા 24 કલાકમાં બે કોરોના દર્દીઓનો મોત થયા છે. એક સ્વાસ્થ્ય અધિકારીએ જાણકારી આપી કે ,મહારાષ્ટ્રમાં એક દિવસ પહેલા કોરોનાના 4,165 નવા કેસો આવ્યા હતા, અને વાયરસના કારણે ત્રણ દર્દીઓના મોત થઇ ગયા હતા. 


આ પણ વાંચો..... 


અગ્નિપથ સ્કીમઃ 1 કરોડનો વીમો, કેન્ટિન સુવિધા, 30 દિવસની રજા, વાયુસેનાએ જાહેર કર્યુ ભરતી નૉટિફિકેશન


રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી? આ તારીખે દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ


Vehicle Astrology: આપની રાશિ મુજબ કારનો કલર કરો પસંદ, રહેશે શુભ


Shukra Gochar 2022: આ રાશિના લોકો માટે 13 જુલાઇ સુધીનો સમય છે અતિ શુભ, બગડેલા કામ બનશે, મળશે અપાર સફળતા


Post Office ની બેસ્ટ saving scheme, અહી રોકાણ કરવાથી વધુ મળશે રિટર્ન, પૈસા પણ રહેશે સુરક્ષિત


સુરતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનો પર્દાફાશ, થાઈલેન્ડની 3 અને 1 ભારતીય છોકરીને પોલીસે છોડાવી


મુંબઇમાં ફરી Corona ફાટી નીકળ્યો, છેલ્લા 24 કલાકમાં 2054 નવા કેસ નોંધાતા સરકાર ચિંતિત, જાણો તાજા સ્થિતિ............