Covid Fourth Booster Dose: કોરોના વાયરસે ફરી એકવાર લોકોને સંક્રમિત કરવાનું શરૂ કર્યું છે. છેલ્લા પખવાડિયાથી કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. કેટલાક મોતના મામલા પણ સામે આવ્યા છે. આ સ્થિતિમાં સવાલ એ થાય છે કે, કોરોના સામે રસીનો ચોથો બૂસ્ટર ડોઝ લેવો જોઈએ કે નહીં? દરમિયાન, કોરોના સામે રસીકરણની સંખ્યામાં પણ વધારો થયો છે. જે લોકો રસી મેળવે છે તેમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેમણે રસીનો પ્રથમ ડોઝ લીધો છે. તો ચોથા બૂસ્ટર ડોઝ વિશે WHOનું શું કહેવું છે.
કોવિડનો ચોથો બૂસ્ટર ડોઝ કોણે લેવો જોઈએ અને કોણે ન લેવો જોઈએ તે અંગે WHOએ પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. જાહેર છે કે, 31 માર્ચે દેશમાં 9981 લોકોએ કોવિડ સામે રસી લગાવી છે. આ લોકોમાં 1050 લોકો એવા છે જેમને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. કોરોના સામેની રસી અંગે લોકોના મનમાં હજુ પણ ડર છે. જ્યારે કેટલાક લોકો ચોથા બૂસ્ટર ડોઝ માટે આયોજન કરી રહ્યા છે.
WHOએ ચોથા બૂસ્ટર ડોઝને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી છે. ઇમ્યુનાઇઝેશન પર નિષ્ણાતોના વ્યૂહાત્મક સલાહકાર જૂથ એટલે કે, SAGEએ આ સંદર્ભે માર્ગદર્શિકા પણ જારી કરી છે.
આ લોકોને બૂસ્ટરની જરૂર નથી
આ ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, જે સ્વસ્થ લોકોને કોઈ રોગ નથી અને તેમની ઉંમર 60 વર્ષથી ઓછી છે તો તેમને ચોથો બૂસ્ટર ડોઝ લેવાની જરૂર નથી. જો આવા લોકોને ચોથો બૂસ્ટર ડોઝ મળે છે તો પણ તેનાથી તેમને નુકસાન નહીં કરે, પરંતુ તે ફાયદાકારક પણ નહીં હોય. ચોથા બૂસ્ટરની જરૂરિયાત મુજબ WHOએ લોકોને ત્રણ કેટેગરીમાં વહેંચ્યા છે. ઉચ્ચ જોખમ, મધ્યમ જોખમ અને ઓછું જોખમ.
હાઈ રિસ્ક ધરાવતા લોકોને ચોથા બૂસ્ટર ડોઝની જરૂર
ઇમ્યુનાઇઝેશનના નિષ્ણાતોના વ્યૂહાત્મક સલાહકાર જૂથની ભલામણ મુજબ, એટલે કે SAGE, ગંભીર બીમારીનો ભોગ બનેલા, બેકાબૂ ડાયાબિટીસ, HIV જેવા અથવા રોગપ્રતિકારક શક્તિને ખૂબ નબળી પાડતી અન્ય બિમારીઓ ધરાવતા દર્દીઓ - આવા લોકોને બૂસ્ટર ડોઝ મળવો જોઈએ. સગર્ભા સ્ત્રીઓ અને આરોગ્ય સંભાળ કાર્યકરો કે જેઓ કોવિડ દર્દીના સીધા સંપર્કમાં આવે છે તેઓ પણ વધારાનો બૂસ્ટર ડોઝ લઈ શકે છે.
મધ્યમ જોખમ
જે લોકો સ્વસ્થ છે અને 60 વર્ષથી ઓછી ઉંમરના છે, કિશોરો અને બાળકો જેમને કોઈપણ રોગ છે તેમને મધ્યમ જોખમની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે - તેઓએ પ્રથમ બૂસ્ટર લેવું જોઈએ. આ પછી તેમને બૂસ્ટરની જરૂર નથી.
મિડિયમ રિસ્ક
6 મહિનાથી 17 વર્ષની વયના સ્વસ્થ બાળકોને ઓછા જોખમવાળા જૂથમાં મૂકવામાં આવ્યા છે. કોરોનાએ આ વય જૂથને સૌથી ઓછી અસર કરી છે. દેશને તેના પોતાના સંજોગો અનુસાર આ જૂથની રસીકરણ નક્કી કરવા સૂચવવામાં આવ્યું છે.
સગર્ભા સ્ત્રીઓ માટે..
6 મહિનાથી ઓછી ઉંમરના બાળકો અને ગર્ભાશયમાં રહેલા બાળકોને અન્ય બાળકો કરતા કોરોનાનું જોખમ થોડું વધારે હોય છે. આવા કિસ્સાઓમાં, સગર્ભા સ્ત્રીને બીજા ડોઝના 6 મહિના પછી બૂસ્ટર લેવાની સલાહ આપવામાં આવે છે જે બાળકને પણ સુરક્ષિત કરી શકે છે.
ઘણા દેશોમાં ચોથો બૂસ્ટર ડોઝ જરૂરી
સામાન્ય રીતે ભારતમાં તમે બીજી કોવિડ રસીના 9 મહિના પછી બૂસ્ટર ડોઝ લઈ શકો છો. હેલ્થકેર નિષ્ણાતો, ખૂબ જ બીમાર લોકો અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર જરૂરી છે. ઘણા દેશોમાં કોરોનાના ચોથા બૂસ્ટર ડોઝને મંજૂરી આપવામાં આવી છે. આ દેશોમાં અમેરિકા, બ્રિટન અને કેનેડાનો સમાવેશ થાય છે. પરંતુ ભારતમાં ચોથા બૂસ્ટર અંગે કોઈ માર્ગદર્શિકા નથી.
ભારતમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોના વાયરસના કેસ લગભગ 3 હજાર સુધી પહોંચી ગયા છે. એક દિવસમાં કુલ 2994 કેસ નોંધાયા અને ભારતમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 16 હજાર 354 પર પહોંચી ગઈ છે. 7 લોકોના મોત થયા છે જેમાંથી બે-બે દિલ્હી, કર્ણાટક અને પંજાબ અને એક ગુજરાતમાંથી નોંધાયા છે.
Booster Dose: ભારતમાં ચોથા બુસ્ટર ડોઝને હલચલ તેજ, WHOએ જાહેર કરી ગાઈડલાઈન્સ
gujarati.abplive.com
Updated at:
01 Apr 2023 10:20 PM (IST)
WHOએ ચોથા બૂસ્ટર ડોઝને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી
પ્રતિકાત્મક તસવીર
NEXT
PREV
Published at:
01 Apr 2023 10:20 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -