પેટ્રોલિયમ એમ્પાલઈઝ યૂનિયનના જનરલ સેક્રેટરી બ્રિજમોહને જણાવ્યું કે બીપીસીએલની સાથે એચપીસીએલના કર્મચારી પણ હડતાળમાં ભાગ લેશે. તેમણે જણાવ્યું કે 28 નવેમ્બરે બીપીસીએલની તમામ રિફાઈનરી ડેપો અને બૉટલિંગ પ્લાન્ટના તમામ કર્મચારી હડતાળ પર ઉતરશે.
બ્રિજમોહને જણાવ્યું કે લગભગ 10 કર્મચારી યુનિયનોએ હડતાળને સમર્થને આપ્યું છે. બીપીસીએલ અને એચપીસીએલના લગભગ 22 હજાર કર્મચારી હડતાળ પર ઉતરશે. તેના બાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.
કેબિનેટે બુધવારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સહિત પાંચ સરકારી કંપનીઓમાં સ્ટ્રૈટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કેબિનેટ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે, કેબિનેટે BPCL, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SCI) અને કોનકોરમાં ડિસઇન્વેસ્ટમેન્ટનેં મંજૂરી આપી છે. નાણામંત્રીએ કહ્યું કે, કેટલીક PSUsમાં હિસ્સાને 51% થી ઘટાવવાની પણ મંજૂરી અપાઇ છે.
કેબિનેટનો મોટો નિર્ણય, BPCL સહિત આ ચાર સરકારી કંપનીઓને વેચવાની આપી મંજૂરી