Breaking News Live: ચૂંટણી પહેલા પીએમ મોદી નાગાલેંડ - મેઘાલય પ્રવાસે, વિપક્ષ પર સાધ્યું નિશાન

આ સાથે જ સ્પેનના વડાપ્રધાન પેડ્રો કિવ પહોંચી ગયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળશે. આ દરમિયાન, તે બુચા અને ઇરપીનની વિનાશની સમીક્ષા કરશે.

gujarati.abplive.com Last Updated: 24 Feb 2023 04:24 PM
મેઘાલય ટૂંક સમયમાં જી-20 બેઠકનું આયોજન કરશેઃ પીએમ મોદી

મેઘાલયના તુરામાં ચૂંટણી રેલી દરમિયાન પીએમ મોદીએ કહ્યું, મેઘાલય ટૂંક સમયમાં જી-20 બેઠકનું આયોજન કરશે. ઘણા વિકસિત દેશોના લોકો મેઘાલયની મુલાકાત લેશે જે રાજ્યની છબીને પ્રોત્સાહન આપશે.

કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાએ સક્રિય રાજકારણમાંથી સંન્યાસની જાહેરાત કરી

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા BS યેદિયુરપ્પાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે શુક્રવારે (24 ફેબ્રુઆરી) વિધાનસભામાં તેમનું છેલ્લું ભાષણ આપ્યું હતું. યેદિયુરપ્પાએ કહ્યું, "મેં સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે, પરંતુ ભાજપને જીત અપાવવા માટે મારા છેલ્લા શ્વાસ સુધી કામ કરીશ. મારો એકમાત્ર ઉદ્દેશ્ય ભાજપને ફરીથી સત્તામાં લાવવાનો છે અને મને ખાતરી છે કે તે થશે." જણાવી દઈએ કે આજે કર્ણાટક વિધાનસભાના બજેટ સત્રનો છેલ્લો દિવસ હતો.

પવન ખેરાએ બિનશરતી માફી માંગી! આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો છે

હાઈ-વોલ્ટેજ ડ્રામા પછી, કોંગ્રેસના નેતા પવન ખેરાની આગલા દિવસે (23 ફેબ્રુઆરી) દિલ્હી એરપોર્ટ પરથી આસામ પોલીસે ધરપકડ કરી હતી. જો કે પવન ખેડાને રાહત આપતાં સુપ્રીમ કોર્ટે તેને વચગાળાના જામીન આપ્યા હતા. હવે આ મામલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો છે કે ખેડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા પર તેમની કથિત ટિપ્પણી માટે 'બિનશરતી માફી' માંગી છે.

ગુજરાત બજેટઃ 10 લાખની કરાઈ આયુષ્માન કાર્ડની મર્યાદા

નાણામંત્રી કનુ દેસાઈ ગુજરાત બજેટ રજૂ કરી રહ્યા છે. આ વખતના બજેટમાં 24 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષ કરતાં 57035 કરોડનો વધારો આ બજેટમાં કરાયો છે.  ગુજરાત ચૂંટણી વખતે ઢંઢેરામાં કરવામાં આવેલી જાહેરાત મુજબ આયુષ્માન કાર્ડની મર્યાદા 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આયુષ્માન હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન યોજના માટે 270 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાત સરકારનું વર્ષ 2023-24 માટે ત્રણ લાખ એક હજાર કરોડ રૂપિયાનું બજેટ, શિક્ષણ વિભાગ માટે 43 હજાર 651 કરોડની જોગવાઇ




ગુજરાત સરકારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે 2538 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. તે સિવાય શિક્ષણ વિભાગ માટે કુલ 43 હજાર 651 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 15182 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6 હજાર 64 કરોડની જોગવાઇ, અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ માટે કુલ 2165 કરોડની જોગવાઇ, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 10 હજાર 743 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.







 

Earthquake: અમરેલીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોમાં ડરનો માહોલ

અમરેલીઃ અમરેલી જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકાથી  ધરતી ધ્રુજી હતી.અમરેલીમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિમી દૂર ખાંભાના ભાડ વાકિયા નજીક નોંધાયું હતું. આ ભૂકંપનો આંચકો રાત્રીના 11 વાગ્યેને 35 મિનિટે નોંધાયો હતો અને તેની અસર ખાંભા, ભાડ-વાકિયા, સાવરકુંડલાના મીતીયાળા, સારકપરા, બગોયા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સૌારાષ્ટ્રની ધરા પર સતત ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનું મોજુ ફરી વળ્યું છે.

મહેસાણાના કડીમાં હિટ એન્ડ રનમાં મોટો ખુલાસો, પત્નીને અન્ય પુરુષ સાથે શરીરસુખ માણતા જોઇ ગયો પતિ અને...

મહેસાણાના કડીમાં હિટ એન્ડ રનની ઘટનાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી જાણકારી અનુસાર, મહેસાણાના કડીના થોર રોડ પર 19 ફેબ્રુઆરીના રોજ સુરજી ઠાકોરનું મોત થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા વાહનની ટક્કરે મોત થયાનું ખૂલતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.


પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આ ઘટના હિટ એન્ડ રનની નહીં પણ હત્યાની છે. થોળ ગામના સુરજજી ઠાકોરને અનિલજી ઠાકોરની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. જેને લઈ અનિલજી ઠાકોરે સુરજજી ઠાકોરને વાહનથી ટક્કર મારી હત્યા કરી નાંખી હતી. સુરજજી ઠાકોર ચાલીને જતો હતો ત્યારે જીપની મદદથી અનિલજી ઠાકોરે ટક્કર મારી હતી અને ફરાર થઈ ગયો હતો. બનાવ હત્યાનો ખુલતા પોલીસે અનિલજી ઠાકોરની ધરપકડ કરી હતી.

Morbi: પાણી ભરવા આવેલું ટેંકર રિવર્સ લેતા ગોડાઉનની દિવાલ સાથે અથડાયું, મહિલાનું મોત

Morbi News: મોરબીની હળવદ સરા ચોકડી નજીક ટેન્કર દિવાલ સાથે અથડાતાં મહિલાનું મોત થયું. ટેંકર દિવાલ સાથે અથડાતાં દિવાલ પડતાં મહિલાનું દબાઈ ગઈ હતી. પાણી ભરેવા આવેલું ટેંકર રિવર્સ લેતાં ગોડાઉનની દિવાલ સાથે અથડાતાં સમગ્ર ઘટના બની હતી. ઘટનાની જાણ થયા બાદ હળવદ પોલીસ દોડી આવી હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


રાજ્યમાં ગંભીર અકસ્માતનો સિલસિલો ચાલુ છે અને એક પછી એક અકસ્માતના બનાવ બની રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી અકસ્માતની ઘટના બની રહી છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના વડોદરાના અટલાદર પાદરા રોડ પર બની છે. રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારને કાળ ભરખી ગયો હતો. આ અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળા ઉમટ્યા હતા. અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા હતા જ્યારે બે બાળકોને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. મૃતકમાં પતિ-પત્ની સહિત ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ તમામ મૃતદેહોને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Vadodara : લગ્નમાં હાજરી આપીને પરત આવતાં પરિવારને નડ્યો અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોતથી અરેરાટી

Vadodara : રાજ્યમાં અકસ્માતનો વણથંભ્યો સિલસિલો શરૂ જ છે. આજે વધુ એક અકસ્માતની ઘટના વડોદરાના અટલાદર પાદરા રોડ પર બની છે. રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોને કાળ ભરખી ગયો હતો. આ અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળા ઉમટ્યા હતા. અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા હતા જ્યારે બે બાળકોને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યા હતા. આ તમામ મૃતદેહોને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

રસીકરણ અભિયાન શરૂ... - મનસુખ માંડવિયા

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, એક અહેવાલ મુજબ, ભારત દેશવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરીને 3.4 મિલિયનથી વધુ લોકોના જીવન બચાવવામાં સફળ રહ્યું છે. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જીવન બચાવવાનો હતો. તેણે $18.3 બિલિયનનું નુકસાન અટકાવીને હકારાત્મક આર્થિક અસર પણ હાંસલ કરી છે.

પાકિસ્તાનના આર્થિક સંકટ પર. જયશંકરે કહ્યું...

પાકિસ્તાનની આર્થિક કટોકટી અંગે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, જો તેનો મુખ્ય ઉદ્યોગ આતંકવાદ હોય તો કોઈપણ દેશ ક્યારેય મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશે નહીં.

છત્તીસગઢઃ માર્ગ અકસ્માતમાં 11ના મોત

છત્તીસગઢ: બલોદા બજાર-ભાટાપારા જિલ્લામાં એક પીકઅપ વાહન અને ટ્રક સાથે અથડાતા 11 લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.

પીએમ મોદી મિશન નોર્થ ઈસ્ટ પર...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગાલેન્ડ અને મેઘાલયમાં પ્રચાર કરશે. દીમાપુર અને શિલોંગમાં રોડ શો બાદ પીએમ સાંજે તુરામાં જનસભાને સંબોધિત કરશે.

યુએનમાં ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ફરી એકવાર પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. અહીં ભારતે કહ્યું, પાકિસ્તાન નિર્ભયપણે આતંકવાદીઓને આશ્રય આપે છે. યુએનમાં ભારતના કાઉન્સેલર પ્રતીક માથુરે કહ્યું- પાકિસ્તાને ટ્રેક રેકોર્ડ જોવો જોઈએ.

યુક્રેન-રશિયા યુદ્ધનું એક વર્ષ

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. સંયુક્ત રાષ્ટ્રમાં યુદ્ધ રોકવા અને શાંતિ માટે રશિયા વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં ભારત મતદાનથી દૂર રહ્યું હતું.

બ્રેકગ્રાઉન્ડ

Breaking News Live Updates 24th February' 2023: કોંગ્રેસનું સંપૂર્ણ રાષ્ટ્રીય અધિવેશન આજથી રાયપુરમાં શરૂ થવાનું છે. જેમાં 2023ની વિધાનસભા અને 2024ની સામાન્ય ચૂંટણી અંગે ચર્ચા થશે. સંમેલનના પ્રથમ દિવસે એજન્ડા નક્કી કરવામાં આવશે ત્યારબાદ સવારે 10 વાગ્યે સ્ટીયરીંગ કમિટીની બેઠક મળશે.


તે જ સમયે, કોંગ્રેસના અધિવેશન માટે રાયપુરમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. એરપોર્ટની બહાર સ્વાગત માટે લોક કલાકારો નાચી રહ્યા છે.


રશિયા યુક્રેન યુદ્ધનું એક વર્ષ


રશિયા યુક્રેન યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. યુદ્ધમાં અત્યાર સુધી રશિયાના 1 લાખ 45 હજારથી વધુ સૈનિકો શહીદ થયા છે. 3 હજાર ટેન્ક, 6 હજાર સૈન્ય વાહનો પણ નાશ પામ્યા છે. તે જ સમયે, પીએમ ઋષિ સુનકે જાહેરાત કરી હતી કે યુક્રેનને લાંબા અંતરની મિસાઇલોની સપ્લાય કરવામાં આવશે.


આ સાથે જ સ્પેનના વડાપ્રધાન પેડ્રો કિવ પહોંચી ગયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળશે. આ દરમિયાન, તે બુચા અને ઇરપીનની વિનાશની સમીક્ષા કરશે. આથી કેનેડાના વિદેશ મંત્રીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, પુતિન સત્યથી દૂર છે. આ યુદ્ધનો ઉદ્દેશ્ય યુક્રેનની સાર્વભૌમત્વને ખતમ કરવાનો છે પરંતુ તે સફળ થશે નહીં.


પીએમ નાગાલેન્ડ અને મેઘાલયમાં પ્રચાર કરશે


પીએમ મોદી આજથી મિશન નોર્થ ઈસ્ટ પર રહેશે. પીએમ નાગાલેન્ડ અને મેઘાલયમાં પ્રચાર કરશે. દીમાપુર અને શિલોંગમાં રોડ શો બાદ પીએમ સાંજે તુરામાં જનસભાને સંબોધિત કરશે. પીએમઓ તરફથી મળેલી માહિતી મુજબ વડાપ્રધાન મોદી 24 ફેબ્રુઆરીએ શિલોંગ અને તુરામાં ચૂંટણી પ્રચારમાં ભાગ લેવાના છે. સવારે 10 વાગ્યે દીમાપુરમાં રેલી કરશે. 12 વાગ્યે PM શિલોંગમાં રોડ શો કરશે, જ્યારે 2 વાગ્યે PM તુરાના ગઢ કોનરાડ સંગમામાં એક વિશાળ જનસભાને સંબોધિત કરશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.