બહુજન સમાજ પાર્ટી (BSP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ એક મહત્વપૂર્ણ નિર્ણયમાં તેમના ભત્રીજા આકાશ આનંદને વધુ એક તક આપવાની જાહેરાત કરી છે. માયાવતીએ રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચાર અલગ-અલગ પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. માયાવતીનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે આકાશ આનંદે સોશિયલ મીડિયા પર તેમની માફી માંગી હતી અને તેમને પાર્ટીમાં વધુ એક તક આપવાની અપીલ કરી હતી.
BSP સુપ્રીમો માયાવતીએ X પર પોસ્ટ કરીને લખ્યું - "આકાશ આનંદ આજે X પર તેમની ચાર પોસ્ટમાં જાહેરમાં તેમની ભૂલો સ્વીકારે છે અને વરિષ્ઠોને સંપૂર્ણ સન્માન આપવાની સાથે, તેમના સસરાના વાતમાં ન આવી BSP પાર્ટી અને ચળવળ માટે પોતાનું જીવન સમર્પિત કરવાને ધ્યાનમાં રાખીને તેને વધુ એક તક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે હાલ હું સ્વસ્થ છું અને જ્યાં સુધી હું સ્વસ્થ છું, માન્વર કાંશીરામજી જેમ, પાર્ટી અને મૂવમેન્ટ માટે સમર્પિત રહી કામ કરતી રહીશ. એવામાં મારા ઉત્તરાધિકારી બનાવવાનો કોઈ પ્રશ્ન જ નથી. હું મારા નિર્ણય પર અટલ છું અને રહીશ."
પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ આગળ લખ્યું- "પાર્ટીમાંથી હટાવ્યા બાદ આકાશ તેની બધી ભૂલો માટે માફી માંગવા અને ભવિષ્યમાં આવી ભૂલો ન કરવા માટે સતત લોકોનો સંપર્ક કરી રહ્યો છે અને આજે તેણે જાહેરમાં તેની ભૂલો સ્વીકારી છે અને હવેથી તેના સસરાની વાત ન માનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. પરંતુ આકાશના સસરા અશોક સિદ્ધાર્થની ભૂલ માફ કરાય તેમ નથી. તેમણે ગુટબાજી ને પાર્ટી વિરોધી ગતિવિધિઓની સાથે સાથે આકાશની કારકિર્દીને બરબાદ કરવામાં કોઈ કસર છોડી નથી. તેથી તેને માફ કરવાનો અને તેને પક્ષમાં પાછો લેવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.