નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણાં કોરોના રસીને લઈને મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે, અમારી પાસે બે રસી છે અને ટૂંકમાં જ વધુ બે રસી આવશે. નાણામંત્રીની આ જાહેરાતથી દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમમાં વધુ ઝડપ આવશે. દેશમાં હાલમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીન ઉપલબ્ધ છે. આ બે રસેથી દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.


કોરોના રસીકરણ માટે 35,000 કરોડ રૂપિયાની જોગવાઈ

નાણામંત્રીએ કહ્યું કે, અમે 100 અથવા તેનાથી વધારે દેશોના લોકોને કોરોના વિરૂદ્ધ રસી ઉપલબ્ધ કરાવી છે. તેમણે કહ્યું કે, કોરોનાની અસર વિશ્વભરમાં પડી રહી છે અને ભારતે આ મહામારીનો સામો કરવા માટે પગલા લીધા છે. તેમણે કહ્યું કે, કોરોના રસીકરણ માટે આ બજેટમાં 35,000 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતરમણે કહ્યું કે, સરકારે સ્વાસ્થ્ય અને હેલ્થકેર સેક્ટર માટે 94 હજાર કરોડ રૂપિયાથી વધીને 2.38 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે અને તેના દ્વારા દેશના તમામ લોકોને સારી સ્વાસ્થ્ય સુવિધા આપવામાં આવશે. તેની સાથે જ તેમણે કહ્યું કે, કેન્દ્રની એક નવી યોજના પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વાસ્થ્ય ભારત યોજના લોન્જ કરવામાં આવશે. આ યોજના પર 6 વર્ષમાં અંદાજે 64180 કરોડ ખર્ચ કરવામાં આવશે.