મુંબઇ:પોલીસે 19 જુલાઇએ 2 કલાકની સઘન પૂછપરછ રાજકુંદ્રાની બાદ ધરપકડ કરી હતી.રાજ કુંદ્રાની મુશ્ક્લીમાં વધારો થયો છે. રાજકુદ્રાની  પોલીસ કસ્ટડી 14 દિવસની વધારવામાં આવી છે.


બોલિવૂડ એકટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસ મેન રાજુકંદ્રા વિવાદમાં ફસાયેલા છે. રાજકુંદ્રા પર અનેક ગંભીર આરોપ છે. તેમના પર અશ્ચિલ ફિલ્મ બનાવીને તેમને ઓટીટી પર રીલિઝ કરવાનો આરોપ છે. જો કે આ કેસમાં અનેક નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે.


પોર્નગ્રાફી કેસમાં રાજકુંદ્રાને રાહત નથી મળી.તેમને ફરી 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. રિમાન્ડ માટે કિલા કોર્ટમાં લાવવામાં આવેલ રાજકુદ્રાની પોલીસ કસ્ટડી સાત દિવસ વધારવા માટે પોલીસે માંગણી કરી હતી જો કે તેમને 14 દિવસની પોલીસ કસ્ટડી વધારવામાં આવી છે. આ કેસમાં તપાસ કરતા અનેક નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે.


પોલીસથી બચવા માટે રાજકુંદ્રા અનેક નવા-નવા રસ્તો શોધતો ફરતો હોવાનું સામે આવ્યું છે. તેમણે પોલીસને જણાવ્યું હતું કે તે પોર્ન નહી પરંતુ ઇરોટિક મૂવિ બનાવે છે. શિલ્પાએ પણ પોલીસને આપેલા  નિવેદનમાં પતિને નિર્દોષ સાબિત કરવા પોર્ન અને ઇરોટિક વચ્ચેનો તફાવત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.ક્રાઇમ બ્રાંચે શિલ્પાની છ કલાક પૂછપરછ કરી હતી. ક્રાઇમ બ્રાંચ શિલ્પાના ફોનનું ક્લોનિંગ પણ કરવાની છે. નિવેદન આપતા સમયે પણ વચ્ચે વચ્ચે શિલ્પા શેટ્ટી રડી પડતી હતી.


રાજકુંદ્રાએ માર્ચમાં તેમનો ફોન પણ બદલી દીધો હતો
મીડિયા રિપોર્ટ મુજબ પોર્નગ્રાફીના કેસમાં ફેબ્રુઆરી માસમાં જ 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. રાજકુંદ્રા આ સમયે પોલીસથી બચવા માટે માર્ચમાં તેમનો ફોન પણ બદલી દીધો હતો. જેથી કોઇ ડેટા ન મળી શકે, પોલીસે પૂછપરછ દરમિયાન રાજકુંદ્રાને જૂના ફોન વિશે પણ પૂછપરછ કરી હતી. જો કે યે રાજકુદ્રાએ સ્વીકાર્યું છે કે, તેમણે જૂના ફોન ફેંકી દીધો છે. પોલીસને શંકા છે કે, રાજકુંદ્રાએ પોર્નગ્રાફીના આરોપથી બચવા માટે જ ફોન બદલ્યો છે અને જૂના ફોનમાં મહત્વના ડેટા મળી શકે તેમ છે.