નવી દિલ્હીઃ દેશની ચાર લોકસભા અને 10 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે. કૈરાના અને નુરપુર બેઠક પર કેટલાક સ્થળો પર ઇવીએમમાં ગરબડ હોવાની ફરિયાદો ઉઠી હતી જેને કારણે મતદાન પ્રભાવિત થયું છે. ઉત્તરપ્રદેશની કૈરાના, મહારાષ્ટ્રની પાલઘર, ગૌદિયા, નાગાલેન્ડની એક લોકસભા બેઠક માટે મતદાન યોજાઇ રહ્યું છે. ઉત્તરપ્રદેશની નૂરપુર વિધાનસભા બેઠકની સાથે બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, મેઘાલય, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્વિમ બંગાળની કુલ 10 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ પેટાચૂંટણીના પરિણામો 31 મેના રોજ જાહેર કરાશે.
કૈરાના લોકસભા બેઠક પરથી બીજેપીના ઉમેદવાર મૃગાંકા સિંહનું કહેવું છે કે જીત બીજેપીની થશે. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને ખરાબ તબિયતને કારણે એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી આદિત્યનાથે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે હરિદ્ધારમાં ગંગાઆરતી કરી હતી.


 




.