Modi Cabinet Meeting Update: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામા કેન્દ્રિય કેબિનેટની બેઠક ખત્મ થઇ ગઇ છે. ત્રણેય કૃષિ કાયદાઓ પાછા લેવાની જાહેરાત બાદ આજે કેબિનેટ બેઠકમાં કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના બિલને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે સર્વસંમતિથી કૃષિ બિલ પાછા લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.
વડાપ્રધાન મોદીએ 19 નવેમ્બરના રોજ દેશને સંબોધિત કર્યો હતો જેમાં ત્રણેય વિવાદીત કૃષિ કાયદાઓને પાછા લેવાની જાહેરાત કરી હતી. કૃષિ કાયદાઓને પરત લેવાના બિલને કેબિનેટ તરફથી મંજૂરી મળી ગઇ છે. બાદમાં સંસદના બંન્ને ગૃહોમાં પસાર કરવામાં આવશે અને ત્રણેય કૃષિ કાયદાઓને સતાવાર રીતે ખત્મ કરવામાં આવશે.
સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થશે. સંસદીય નિયમો અનુસાર કોઇ પણ જૂના કાયદાને પાછા લેવાની પણ એ જ પ્રક્રિયા છે જે કોઇ નવા કાયદો બનાવવાની હોય છે. જે રીતે કોઇ નવો કાયદો બનાવવા માટે સંસદના બંન્ને ગૃહોમાં બિલ પાસ કરવું જરૂરી છે તે જ રીતે કોઇ પણ જૂના કાયદાને ખત્મ કરવા અથવા પાછો લેવા માટે સંસદના બંન્ને ગૃહોમાંથી બિલ પાસ કરવું જરૂરી છે.