નવી દિલ્હીઃ સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિએ બુધવારે ભારતીય એરફોર્સ માટે 56 સી-296 એમડબલ્યૂ પરિવહન વિમાનની ખરીદીને મંજૂરી આપી છે. આ પ્રથમ કરાર છે જેમાં એક પ્રાઇવેટ કંપની દ્ધારા ભારતમાં એક સૈન્ય વિમાનનું નિર્માણ કરવામાં આવશે. આ કરાર પર હસ્તાક્ષર કરવાના 48 મહિનાની અંદર સ્પેનમાંથી 16 વિમાન ફ્લાઇ-વે સ્થિતિમાં વિતરિત કરવામાં આવશે અને 10 વર્ષની અંદર ટાટા કંસોર્ટિયમ દ્ધારા ભારતમાં 40 વિમાનોનું નિર્માણ કરવામાં આવશે.
તમામ 56 વિમાન સ્વદેશી ઇલેક્ટ્રોનિક વોરફેર સૂટ સાથે સ્થાપિત કરવામાં આવશે. આ કાર્યક્રમ ભારત માટે એરોસ્પેસ પર ઇકોલોજી તંત્રમાં રોજગાર સર્જન થશે અને તેનાથી પ્રત્યક્ષ રીતે 600 અત્યાધુનિક કુશલ રોજગાર, 3000થી વધુ અપ્રત્યક્ષ રોજગાર અને વધારાના 3000 મધ્યમ કૌશલ્ય રોજગારના અવસર પેદા થવાની આશા છે.
સી-295 એમડબલ્યૂ સમકાલીન ટેકનિક સાથે 5-10 ટન ક્ષમતાનું એક માલવાહક વિમાન છે જે ભારતીય એરફોર્સના જૂના એવરો વિમાનનું સ્થાન લેશે. તત્કાળ પ્રતિક્રિયા અને સૈનિકો અને કાર્ગોના પૈરા ડ્રોપિંગ માટે વિમાનમાં એક રિયર રૈપ દરવાજા છે. સરકારે કહ્યું કે આ યોજના ભારતમાં એરોસ્પેસ ઇકોસિસ્ટમને વધારો કરશે જેમાં દેશભરમાં ફેલાયેલા અનેક એમએસએમઇ વિમાનના કેટલાક હિસ્સાઓના નિર્માણમાં સામેલ હશે. આ કાર્યક્રમ સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપશે. આ કાર્યક્રમ સ્વદેશી ક્ષમતાઓને મજબૂત કરવા અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની આ અનોખી પહેલ છે.
સુરતમાં હૃદય કંપાવતી ઘટનાઃ ટ્રેન નીચે પટકાતા યુવકના બંને પગ કપાઇ ગયા છતા ઘરે ફોન કરીને કહ્યું,....
હવે છોકરીઓ માટે ખુલશે નેશનલ ડિફેન્સ એકેડમીના દરવાજા, સરકારે સુપ્રીમ કોર્ટમાં શું કહ્યું?
IND vs ENG: ઈંગ્લેન્ડમાં T20 અને વન ડે સીરિઝ રમશે ટીમ ઈન્ડિયા, આ રહ્યું પૂરું શિડ્યૂલ