મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં ધૂમધામથી એક સાંઢની અંતિમ યાત્રા જોઈને લોકો હેરાન થઈ ગયા હતા. ગણેશગંજ ગામમાં નંદી બાબાથી જાણીતા સાંઢની અંતિમ યાત્રા ધૂમધામથી નીકળી હતી. ટ્રેકટરમાં ફૂલોથી સજાવીને સાંઢના શબને રાખવામાં આવ્યું હતું અને સમગ્ર ગામમાં પરિક્રમા કરાવવામાં આવી હતી.


શું છે ઘટના


ગનેશગંજ ગામના આ સાંઢને શ્રદ્ધા અને આસ્થા સાથે નંદી બાબાના રૂપમાં લોક પૂજતા હતા. 13 વર્ષીય સાંઢ દસ દિવસ પહેલા સડક દુર્ઘટનામાં ઘાયલ થયો હતો. જે બાદ ગામ લોકોએ જેસીબી અને ટ્રેક્ટરની મદદતી સ્થાનિક બજારમાં સારવાર માટે લાવ્યા હતા અને 10 દિવસથી સારવાર ચાલતી હતી પરંતુ આખરે તેનું મોત થતાં ગામલોકો શોકમગ્ન બની ગયા હતા.


ધૂન સાથે નીકળી સાંઢની અંતિમ યાત્રા


રઘુપતિ રાઘવ રાજારામ, સીતારામ સીતારામ અને હર હર મહાદેવના નારા સાથે મોક્ષ ધામમાં પૂરા વિધિ વિધાન સાથે સાંઢની અંતિમ યાત્રા કરવામાં આવી હતી. સ્થાનિકોના કહેવા મુજબ અંતિમ વિધિ ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સાક્ષાત નંદી માનીને કરવામાં આવી હતી.


અંતિમ યાત્રામાં ઉમટ્યું આખું ગામ


અંતિમ યાત્રામાં સામેલ થયા તમામ લોકોની આંખો ભરાઈ ગઈ હતી. ગણેશગંજમાં ફરતા આ સાંઢને તમામ લોકો પ્રેમ કરતા હતા. જેવી લોકોને નંદી બાબાના મોતની ખબર પડી કે અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.




આ પણ વાંચોઃ Ganesh Chaturthi 2021: ગણપતિની સ્થાપના કરતાં પહેલા જાણી લો આ વાત, ત્યારે જ બાપા આપશે શુભ ફળ


બોલીવુડના આ વિલને કારથી ઉડાવ્યો યુવકને, દર્દીની હાલત ગંભીર, પોલીસે નોંધ્યો શાનો કેસ ?


શિખર ધવન પહેલા આ ભારતીય ક્રિકેટરોના થઈ ચુક્યા છે છૂટાછેડા, જાણો કોણ કોણ છે લિસ્ટમાં


IND vs ENG: ઈંગ્લેન્ડમાં T20 અને વન ડે સીરિઝ રમશે ટીમ ઈન્ડિયા, આ રહ્યું પૂરું શિડ્યૂલ