Subhash Dandekar Death:કેમલિન ફાઈન સાયન્સના સ્થાપક અને સ્ટેશનરી ઉત્પાદક કોકુયો કેમલિનના માનદ અધ્યક્ષ સુભાષ દાંડેકરનું 86 વયે નિધન થયું છે.  પરિવારના સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ  દાંડેકર છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને હિન્દુજા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીઘા છે.  તેમના અંતિમ સંસ્કાર પણ મુંબઈમાં કરવામાં આવશે. જાપાનની કોકુયોને લોકપ્રિય આર્ટવર્ક બ્રાન્ડ વેચ્યા પછી, દાંડેકર કોકુયો કેમલિનના માનદ અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા હતા. તેમના પરિવારમાં પુત્ર આશિષ અને પુત્રી અનગા છે. લોકો સુભાષ દાંડેકર, મરાઠી ઉદ્યોગોના મોટા નામોમાંના એક, દાદાસાહેબ દિગંબર દાંડેકર તરીકે બોલાવતા હતા.


દેવેન્દ્ર ફડણવીસે શોક વ્યક્ત કર્યો હતો


નાયબ મુખ્ય મંત્રી  દેવેન્દ્ર ફડણવીસે તેમના નિધન માટે શોક પ્રગટ કર્યો છે. તેમણે કહ્યું કે , રાજ્યે મરાઠી ઉદ્યોગને ખ્યાતિ અપાવનાર દાદા ગુમાવ્યા છે. ફડણવીસે કહ્યું કે, તેમણે હજારો યુવાનોને રોજગાર આપીને તેમના જીવનમાં રંગ ઉમેર્યો. તેમણે મૂલ્યોના જતનને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું. તેઓ હંમેશા ભાર આપતા હતા કે કામદારોનું સન્માન કરવું જોઈએ. દાંડેકર સામાજિક જાગૃતિ, કળા અને ઉદ્યોગસાહસિકતામાં તેમના યોગદાન માટે જાણીતા હતા.


 




ગુરુવારે શોકસભાનું આયોજન કરવામાં આવશે


દાદરના શિવાજી પાર્ક કબ્રસ્તાનમાં તેમના અંતિમ સંસ્કારમાં પરિવારના સભ્યો, કેમલિન ગ્રુપના કર્મચારીઓ અને ઉદ્યોગના મહાનુભાવોએ હાજરી આપી હતી. દાંડેકરના સોમવારે મધ્ય મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને ગુરુવારે શોકસભા યોજાશે.