black fungus:કોરોનાની મહામારીની વચ્ચે બ્લેક ફંગસથી લોકોમાં ભય છે. મોટાભાગે કોવિડથી રિકવર થયેલા લોકોમાં બ્લેક ફંગસની સમસ્યા જોવા મળી રહી છે. જો કે અહીં સવાલ એવો થાય કે, શું એવા લોકોને પણ બ્લેક ફંગસની બીમારી થઇ શકે છે. જેમને કોવિડ ન થયો હોય. તો એક્સ્પર્ટનો જવાબ છે હા, આવા લોકોને પણ બ્લેકફંગસની બીમારી થઇ શકે છે. ડોકટરે આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ફંગસ હવા અને માટીમાં રહે છે. જેમની ઇમ્યુનિટી વીક હોય છે. માસ્ક લગાવવામાં સ્વસ્છતા નથી રાખતા, બ્લડ શુગર લેવલ હાઇ રહે છે. તેવા લોકો મ્યુકોરમાઇકોસિસના ભોગ બને છે.
કોરોના પહેલા પણ હતી આ બીમારી
નીતિ આયોગના સદસ્યવીકે પોલે કહ્યું કે, આ ઇન્ફેકશન કોરોના પહેલા પણ હતું અને મેડિકલ સ્ટૂડન્ટસને ભણાવવામાં આવે છે. ખાસ કરીને જેને ડાયબીટિસની સમસ્યા છે. જેમની બ્લડ શુગર લેવલ હાઇ રહે છે,. તેવા દર્દીઓને બ્લેક ફંગસ થવાની શક્યતા રહે છે.
આ કંડિશનમાં થાય છે મ્યકોરમાઇકોસિસ
જેમનું બ્લડ શુગર લેવલ 700થી 800 પહોંચી જાય છે. આ સ્થિતિને મેડિકલ ભાષામાં ડાયાબિટીક કિટોએસિડોસિસ કહે છે. આવા લોકોમાં બાળકો હોય કે વયસ્ક બ્લેક ફંગસનું જોખમ વધુ રહે છે. તો આ સ્થિતિમાં ન્યૂમોનિયા જેવી બીમારીનો ખતરો પણ વધી જાય છે. તો બીજી તરફ સ્ટીરોઇડનો વધુ ઉપયોગ પણ બ્લેક ફંગસનું કારણ બને છે. એમ્સના ડાયરેક્ટર ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, નબળી રોગપ્રતિકારક શક્તિના કારણે લિમ્ફોસાઇટસ ઓછી થાય છે. લિમ્ફોસાઇટસ આપણા શરીરમાં બેક્ટરિયા, વાયરસ અને પેરાસાઇટસના ખતરાથી બચાવ છે. આ કારણે લિમ્ફોસાઇટસ ડાઉન થતાં સંક્રમણનો ખતરો વધી જાય છે.
લિમ્ફોસાઇટસ થવાનું કારણ
-વાયરસ ઇન્ફેરશન
-ન્યુટ્રીશનમાં કમી
-કિમોથેરેપી
-કાર્ટિકોસ્ટેરોઇડસનો ઉપયોગ
-તણાવ
આ ઉપરોક્ત કારણે લિમ્ફોસાઇટસ ઓછી થાય છે. ઇમ્યૂન સિસ્ટમ મજબૂત રાખવા માટે ખાનપાન અને લાઇફસ્ટાઇલમાં ધ્યાન આપવું જરૂરી છે. તેના સુધારીને લિમ્ફોસાઇટસ ને વધારી શકાય છે.
લિમ્ફોસાઇટસ કઇ રીતે વધારશો
લિમ્ફોસાઇટસ વધારવા માટે પ્રોટીનયુક્ત ભોજન લેવું જરૂરી છે. તેનાથી ઇમ્યૂન સિસ્ટમને સપોર્ટ મળે છે. આપ પ્રોટીન માટે ડાયટમાં સોયા, બીન્સ, ઇંડા, દાળને સામેલ કરી શકો છો. ડાયટરી રિફરન્સ ઇનટેક મુજબ શરીરના બોડીના વજન જેટલા ગ્રામ પ્રોટીન પ્રતિદિવસ લેવું જોઇએ. ઉદાહરણ તરીકે આપનું વજન 58 કિલો ગ્રામ હોય તો દિવસમાં 58 ગ્રામ પ્રોટીન લેવું જોઇએ.
શું બ્લેક ફંગસનો કોઇ ઘરેલું ઇલાજ છે
બ્લેક ફંગસનો કોઇ ઘરેલું ઇલાજ નથી. બ્લેક ફંગસના લક્ષણો દેખાતાં તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. જેના વૈજ્ઞાનિક પ્રમાણ ન હોય તેવા ઘરેલુ નુસખામાં વિશ્વાસ કરીને બ્લેક ફંગસનો ઘરે ઇલાજ કરવાના ચક્કરમાં સંક્રમણ વધી જાય છે અને શરીના ટીસ્યૂને નુકસાન થાય છે આ સ્થિતિમાં આંખ અથવા જીવ ગુમાવાવનો સમય આવે છે.