યુરોપિયન  મેડિસિન્સ એજન્સી (ઇએમએ)એ ફાઇઝર અને બાયોટેકની તરફથી વિકસિત કોરોના વાયરસની વેક્સિનને 12થી 15 વર્ષ સુધી બાળકોને લગાવવા માટે ભલામણ કરી છે. આ નિર્ણયે મહામારીમાં મહાદ્રીપમાં પહેલી વખત બાળકોને રસી લગાવાવનો રસ્તો ખોલ્યો છે. 


ફાઇઝર બાયોટેકના રસીને 27 દેશોના યૂરોપીય સંઘમાં સૌથી પહેલી મંજૂરી મળી હતી અને ડિસેમ્બરમાં 16 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના રસીને લગાવવા માટેનું લાયસન્સ અપાયું હતું. આ દેશોમાં લગભગ 17.3  લોકોને વેક્સિન અપાઇ ચૂકી છે. 


રસીની સમીક્ષા કરતા ઇએમઇના પ્રમુખ માર્કો કાવલેરીએ કહ્યું કે, આ ખૂબજ અસરકારક અને સુરક્ષિત વેક્સિન સાબિત થઇ રહ્યું છે. જે મહામારીના સમયમાં બાળકોને સંક્રમણથી બચાવવા માટે ઉત્તમ હથિયાર છે. 


અમેરિકામાં 2000 કિશોરો પર અધ્યન કરવામાં આવ્યું અને પરિણામ ખૂબ જ સકારાત્મક આવ્યું છે. વેક્સિન ખૂબ જ સુરક્ષિત છે. આ વયજૂથ પર  પણ વેક્સિનની એવી જ આડઅસર જોવા મળી જેવી વયસ્ક લોકોમાં જોવા મળી હતી. તેમણે  જણાવ્યું હતું કે, આ નિર્ણય પર યુરોપીય આયોગની મહોર લાગવી જરૂરી છે. અલગ અલગ દેશોના નિયામકોને નક્કી કરવાનું રહેશે કે, 16 વર્ષથી નીચેના બાળકોને વેક્સિન આપવું કે નહીં. 


આ પહેલા કેનેડા અને અમેરિકાએ આ જ પ્રકારનો નિર્ણય કર્યો હતો. વિકિસત દેશોએ તેમની આબાદીના મોટાભાગની વસ્તીને વેક્સિન આપવાનું કામ કરી રહ્યાં છે. અનુસંધાનકર્તા બીજી બે વર્ષ સુધી બાળકોને આપેલી વે્કિસન પર નજર રાખશે. 


વિશ્વવ્યાપી, કોવિડ -19 ની મોટાભાગની રસી પુખ્ત વયના લોકો માટે, ગંભીર રોગોનું જોખમ ધરાવતા લોકો માટે વાપરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ માનવામાં આવે છે કે તમામ ઉંમરના બાળકોને રસી આપવી એ ચેપના પ્રકોપને રોકવામાં મદદ કરે છે. કેટલાક અભ્યાસોએ બતાવ્યું છે કે કિશોરો ગંભીર રીતે બીમાર ન હોય તો  પણ વાયરસ સંક્મિત કરી શકે છે. તેથી જ બધા જ વયજૂથના લોકો માટે વેક્સિનેશન જરૂરી છે.