એક તરફ કોરોનાનો ખતરો છે અને બીજી તરફ ગરમીથી લોકો બેહાલ છે. ગરમીના કારણે તમે પણ ઘરમાં કે કારમાં ACનો ઉપયોગ કરતાં હશો. હવે સવા એ છે કે, શું ACમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધારે ફેલાયા છે. આને લઈને સોશિયલ મીડિયામાં ઘણી અફવાઓ આવે છે. જોકે સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના કાળમાં AC, કુલરને ઉપયોગ પર મોટી જાણકારી આપી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, જો AC, કુલ અથવા પંખાનો ઉપયોગ કરો છો તો નિયમોનું પાલન કરો. રૂમમાં ફ્રેશ હવા આવતી રહે. ક્રોસ વેન્ટિલેશનની સંભાવના હોય. એગ્જસ્ટ ફેનનો ઉપયોગ કરો. રૂમમાં સેનિટાઈઝ કરતાં રહો. AC અથવા કુલરમાં બેસતાં પહેલા સામાજીત અંતરનું ધ્યાન રાખો. માસ્ક પહેરવાના નિયમનું પણ પાલન કરો.
દેશમાં મોતનો દર સૌથી ઓછો - સ્વાસ્થ્ય મંત્રાલય
લવ અગ્રવાલે કહ્યું હતું કે, દુનિયામાં કોરોનાથી મોતનો દર 6.4 ટકા છે. ભારતમાં મોતનો દર સૌથી ઓછો છે. ભારતમાં મૃત્યુ દર 2.87 ટકા છે. ઘણાં દેશોમાં 19.9 ટકા, 16.3 ટકા જ્યારે ઘણાં દેશોમાં 14.3 ટકા મોતનો દર જોવા મળ્યો છે.
શું ભારતમાં કમ્યુનિટી ટ્રાંસમિશનની શરૂઆત થઈ ગઈ છે?
ICMRના મહાનિદેશન બલરામ ભાર્ગવે કહ્યું હતું કે, કેન્ટેનમેન્ટ એરિયા બનાવવામાં આવ્યા છે, રેડ ઝોન બનાવવામાં આવ્યા છે. લક્ષણો અને પ્રભાવોની તપાસ થઈ રહી છે તેના પરિણામ વગર કહેવું કંઈ બરોબર લાગતું નથી.
બલરામ ભાર્ગવે કહ્યું હતું કે, સેકન્ડ વેબથી બચવા માટે સામાજિક અંતરનું પાલન કરો. હાથ ધોતા રહો, માસ્ત પહેરો ત્યાર સુધી કી કોઈ દવા અથવા વેક્સિન ન મળી જાય.
કોરોના કાળમાં AC-કૂલરનો ઉપયોગ કરતાં સાવધાની જરૂર: સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 May 2020 10:32 AM (IST)
એક તરફ કોરોનાનો ખતરો છે અને બીજી તરફ ગરમીથી લોકો બેહાલ છે. ગરમીના કારણે તમે પણ ઘરમાં કે કારમાં ACનો ઉપયોગ કરતાં હશો.
પ્રતિકાત્મક તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -