Arvind Kejriwal India No.1 Campaign: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) 2024 ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) નજર રાખીને આગળ વધી રહ્યાં છે. આ અંતર્ગત હવે તેમને તાજેતરમાં જ 'આપ'ના 'મેક ઇન્ડિયા નંબર 1' (Make India No.1) અભિયાનની શરૂઆત કરી દીધી છે. આ કેમ્પેઇન અંતર્ગત 'આપ'ના સંયોજક અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે આ અભિયાન પાંચ "લક્ષ્યો" દ્વારા સંચાલિત થશે - મફત અને ગૌરવશાળી શિક્ષણ, તમામ માટે સ્વાસ્થ્ય સેવા, મહિલાઓની સમાનતા અને સુરક્ષા, યુવાઓ માટે રોજગાર અને ખેડૂતોની ઉપજને ઉચિત મૂલ્ય. વળી હવે કેજરીવાલે આ મિશન માટે વધુ એક નવી શરૂઆત કરી છે, અને લોકો પાસે અભિયાનને સફળ બનાવવા માટે એક નંબર જાહેર કરીને મિસ્ડ કૉલ (Missed Call) કરવાની અપીલ કરી છે. 


કેજરીવાલે મિસ્ડ કૉલ કરવાની અપીલ કરી - 
ખરેખરમાં, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી એક પૉસ્ટ કરી છે, જેમાં તેને ભારતને નંબર વન બનાવવા માટે એક નંબર પર મિસ્ડ કૉલ આપવાની અપીલ કરી છે. તેમને લખ્યું છે - ભારતને દુનિયાનો નંબર વન દેશ બનાવવા માટે સાથે આવો, આ મિશન સાથે જોડાવવા માટે 9510001000 પર મિસ કૉલ કરો. આપણે દેશના 130 કરોડ લોકોને જોડવાના છે.


2024ની લડાઈ શરૂ, વિશ્વગુરુના જવાબમાં દિલ્હીના સીએમ કેજરીવાલનું નવું સૂત્ર - મેક ઈન્ડિયા નંબર. 1 - 


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ભારતને નંબર વન બનાવવા માટે 'મેક ઈન્ડિયા નંબર-1' અભિયાન શરૂ કર્યું. અગાઉ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કેન્દ્રની મોદી સરકાર ભારતને વિશ્વગુરુ બનાવવાની વાત કરતી રહી છે. સીએમ કેજરીવાલના મેક ઈન્ડિયા નંબર વન અભિયાનને મોદી સરકારના ભારતને વિશ્વગુરુ બનાવવાના અભિયાનના પ્રતિભાવ તરીકે જોવામાં આવી રહ્યું છે. 2024માં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે અને ભાજપ બે વખત પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. આગામી ચૂંટણીને હજુ સમય છે, પરંતુ તમામ પક્ષો ચૂંટણી માટે કમર કસી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સીએમ કેજરીવાલના મેક ઈન્ડિયા નંબર વન અભિયાનને 2024ની ચૂંટણીની તૈયારીઓનો ભાગ માનવામાં આવી રહ્યો છે.


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અભિયાનને લઈને કાર્યક્રમમાં કહ્યું કે અમે એક મિશન શરૂ કરી રહ્યા છીએ, જેનું નામ છે - મેક ઈન્ડિયા નંબર 1. 75 વર્ષમાં લોકોમાં ગુસ્સો છે. લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જર્મની, જાપાન અને સિંગાપોર આપણાથી આગળ નીકળી ગયા છે. આપણે કેમ પાછળ છીએ? શું આપણે કોઈથી ઓછા છીએ? ભગવાને ભારતને બધું જ આપ્યું છે. ભગવાને ભારતમાં સૌથી ઝડપી લોકો બનાવ્યા છે. આ દેશમાં કોઈએ પરિવારને લૂંટવો છે તો કોઈએ દેશને લૂંટવો છે.


આ પણ વાંચો...... 


AHMEDABAD : સંબંધોને શર્મશાર કરતી ઘટના, મામાએ 12 વર્ષની ભાણી પર નજર બગાડી


મહિલા પ્રોફેસરે બિકીનીમાં તસવીર પોસ્ટ કરી, કોલેજે રાજીનામું માંગ્યું અને 99 કરોડની બદનક્ષીની નોટિસ મોકલી


Adani Total Gas: અદાણી ટોટલ ગેસે PNG અને CNG ના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ


Horoscope Today 19 August 2022: મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા સહિત તમામ રાશિઓનું જાણો રાશિફળ


Google Play Storeએ 10 વર્ષ કર્યા પુરા, અહીં વાંચો તેના 10 વર્ષનો સફર.......


CBI Raid at Sisodia's House: જાણો મનિષ સિસોદિયાને ત્યાં રેડ પર ઈસુદાન ગઢવીથી લઈને કપિલ સિબ્બલે શું આપી પ્રતિક્રિયા


Janmashtami 2022: વૉટ્સએપમાં છે 'જન્માષ્ટમી'ના આ ખાસ સ્ટીકરો, આ રીતે ડાઉનલૉડ કરીને મોકલો દોસ્તોને......