નવી દિલ્હીઃ સીબીઆઇએ યસ બેન્કના કો-ફાઉન્ડર રાણા  કપૂર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ એફઆઇઆરમાં રાણા કપૂર પરિવારની માલિકીની ડીઓઆઇટી અરબન વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ અને ડીએચએફએલના નામ છે.


આ અગાઉ યસ બેન્કના ફાઉન્ડર અને પૂર્વ સીઇઓ રાણા કપૂરને મુંબઇની વિશેષ કોર્ટે 11 માર્ચ સુધી ઇડીની કસ્ટડીમાં મોકલ્યા છે. ઇડીએ યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરને મની લોન્ડરિંગના આરોપ હેઠળ રવિવારે ધરપકડ કરી હતી. ઇડીએ છ માર્ચના રોજ રાણા કપૂરના ઘર પર રેડ મારી હતી ત્યારબાદ 20 કલાક સુધી ચાલેલી પૂછપરછ બાદ બેલાર્ડ એસ્ટેટમાં ઇડીના કાર્યાલયમાં કપૂરની ધરપકડ કરી દેવામાં આવી.

ઇડીની યસ બેન્કના સંસ્થાપક  રાણા કપૂર વિરુદ્ધ તપાસમાં 2000 કરોડ રૂપિયાના રોકાણ, 44 મોંઘી પેઇન્ટિંગ અને એક ડઝનથી વધુ કથિત શેલ કંપનીઓ કેન્દ્રમાં છે. ઇડી રાણા કપૂરની દીકરીઓ રાખી કપૂર ટંડન, રોશની કપૂર અને રાધા કપૂરની પણ પૂછપરછ કરી રહી છે.