શ્રીનગર: જમ્મૂ-કાશ્મીરમાં સરહદ પર એક વાર ફરિ પાકિસ્તાને નાપાક હરકત કરી છે. પાકિસ્તાને LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં પાકિસ્તાનના બે સૈનિકો ઠાર મરાયાં છે. જ્યારે એક પોસ્ટને નષ્ટ કરવામાં આવી છે.


પાકિસ્તાનની સેના દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જેને લઇને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ કરેલી કાર્યવાહીમાં બે પાકિસ્તાની સૈનિકો ઠાર મરાયાં છે. બંને સૈનિકોના મૃતદેહ હાલ સરહદ પર પડેલા જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારની મોડી રાતે પાકિસ્તાને સરહદ પર સતત ફાયરિંગ કર્યું હતું.પાકિસ્તાન દ્વારા તંગધાર સેકટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાને કરેલા ફાયરિંગનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો જેમાં 2 પાકિસ્તાન સૈનિક ઠાર મરાયાં હતા. આ સાથે જ પાકિસ્તાનની એક ચોકી ઉડાવી હતી. પાકિસ્તાન દ્વારા મોડી રાત્રે પલાંવાલા અને તંગધાર સેકટરમાં ફાયરિંગ કર્યું હતું.