નવી દિલ્હી: મોદી સરકારે કોરોના વેક્સીનેશન માટે ગાઈડલાઈન જાહેર કરી છે. વેક્સિનેશન માટે બૂથની સ્થાપના કરવામાં આવશે. દરરોજ એક સેશનમાં 100થી 200 લોકોને વેક્સિન અપાશે. પાંચ લોકોની એક ટીમ તૈયાર કરવામાં આવશે. વેક્સિનેશન બાદ 30 મિનિટ સુધી દર્દીનું મોનિટરીંગ કરવામાં આવશે.


પ્રથમ ચરણમાં જુલાઈ 2021 સુધીમાં 30 કરોડ લોકોને વેક્સીન આપવાનો કેંદ્ર સરકારનો લક્ષ્યાંક છે. હેલ્થ વર્કર્સ, ફ્રંટલાઈન વર્કર્સ અને 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રાધાન્યતા અપાશે. ઉંમરની પુષ્ટિ માટે લોકસભા-વિધાનસભા ચૂંટણીની નવી મતદાન યાદીનો ઉપયોગ કરાશે.

કોવિડ વેક્સીન ઈંટેલિજંસ નેટવર્ક સિસ્ટમ કોવિડના માધ્યમથી રજિસ્ટર્ડ લોકોને ટ્રેક કરાશે. મતદાર ઓળખ કાર્ડ, આધાર, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ જેવા આઈડીના આધારે વેબસાઈટ પર કરાવી શકાશે નોંધણી. પહેલાથી નોંધાયેલા લોકોને જ સ્થળ પર રસી આપવામાં આવશે, ત્યાં સ્થળ પર નોંધણી થઈ નહીં શકે.

રસીકરણ માટે રજિસ્ટ્રેશ માત્ર Co Win એપ પર જ થશે. કેંદ્રીય મંત્રાલયે રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન દ્વારા અપલોડ કરવામાં આવી શકે છે. આ સિવાય 50 વર્ષથી વધુ ઉંમરના લોકો જેમને કોી બિમારી છે તો તેઓ પોતાની જાણકારી અપલોડ કરી શકે છે.

રાજ્યોને એક જિલ્લામાં એક જ વેક્સિન મેન્યુફેક્ચરરની વેક્સિનની ફાળવણી કરવા કહેવામાં આવ્યુ છે, જેથી ફિલ્ડમાં વિવિધ પ્રકારની કોવિડ વેક્સિન મિક્સ ન થઈ શકે. વેક્સિન લઈ જનારા વાહન, વેક્સિનની શીશી અને આઈસ પેકને સીધા સુર્ય પ્રકાશથી બચાવવાની વ્યવસ્થા કરવામાં આવશે.

રસીકરણ માટે વ્યક્તિ પહોંચશે ત્યારે જ શીશી ખોલાશે. વેક્સિનેશનનું સેશન પૂરું થયા બાદ તમામ અનઓપન વેક્સિનની શીશીઓને આઈસપેકમાં રાખી ડિસ્ટ્રીબ્યુટીંગ કોલ્ડ ચેઈન પોઇન્ટ પર લઈ જવામાં આવશે.