Cannabis Farming In Himachal Pradesh: સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ (CBN) એ મંગળવારે બે અઠવાડિયાના ઓપરેશન બાદ 12 હજાર 900 વીઘા વિસ્તારમાં ફેલાયેલી ગેરકાયદેસર ગાંજાની ખેતીનો નાશ કર્યો હતો. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના 23 ગામોમાં ગાંજાની ગેરકાયદે ખેતી થતી હતી. 


સેન્ટ્રલ બ્યુરો ઑફ નાર્કોટિક્સે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) સાથે મળીને આ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ચાર ટીમો બનાવવામાં આવી હતી. ખાસ વાત એ છે કે ટીમે જીપીએસ અને ડ્રોનની મદદથી આ ખેતીને 11 હજાર ફૂટની ઉંચાઈથી પકડી હતી. તમને જણાવી દઈએ કે હિમાચલમાં મોટા પાયે ગાંજાની ખેતી કરવામાં આવી હોવાના અહેવાલો મળ્યા હતા.


ટેક્નોલોજીની મદદથી ગાંજાના મોટાં ખેતર ઝડપાયાંઃ


આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં, બ્યુરોએ અરુણાચલ પ્રદેશમાં 3,600 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા ગેરકાયદેસર ગાંજાના પાકનો પણ નાશ કર્યો હતો. અધિકારીઓએ કહ્યું કે ટેક્નોલોજીની મદદથી કામ ઘણું સરળ બની ગયું છે. તેમણે કહ્યું કે આ પ્રકારના અભિયાનને વધુ તેજ કરવામાં આવશે. મહત્વનું છે કે, ડ્રોન દ્વારા કોઈ પણ વિસ્તારમાં છુપી રીતે કરવામાં આવતી ખેતીને દુરથી બેઠાં-બેઠાં જોઈ શકાય છે. આમ ટેક્નોલોજીની મદદથી  કેન્દ્રીય એજન્સીઓને સરળતાથી ઓપરેશન પાર પાડવામાં સફળતા મળી રહી છે. 


ભારતમાં ગાંજાની ખેતી અંગેના શું છે નિયમો?


1985 ના નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ભારતમાં ગાંજાની ખેતી પર પ્રતિબંધ છે. જો કે આ કાયદા હેઠળ રાજ્ય સરકારો આર્થિક હેતુઓ માટે ગાંજાની ખેતી કરી શકે છે, પરંતુ આ માટે પરવાનગી લેવી પડે છે. દેશમાં ગાંજાની ખેતી માટે લાયસન્સ લેવું પડે છે, જેના માટે પ્રતિ હેક્ટર એક હજાર રૂપિયા ચૂકવવા પડે છે. જો નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવે છે અને ગાંજાના પાકનો નાશ કરવામાં આવે છે.


આ પણ વાંચો....


કેજરીવાલના વિરોધમાં આ વાતને લઈ 30 નિવૃત્ત IPS અધિકારીઓએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો, જાણો શું કરી માંગ


Gujarat Election : AAPની સરકાર જૂની પેન્શન યોજના લાગું કરશેઃ કેજરીવાલની વડોદરામાં જાહેરાત


Oscar 2023 Entry: RRR નહી પણ ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો'ને ભારત તરફથી ઓસ્કાર એવોર્ડ્સ માટે પસંદ કરાઈ, જાણો ફિલ્મ વિશે