નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સીબીઆઇના ચીફનો કાર્યકાળને વધારીને પાંચ વર્ષ કરી દીધો છે. જેનો અર્થ એ થયો કે હવે ઇડી અને સીબીઆઇના ડિરેક્ટર પદ માટે કોઇ અધિકારી પાંચ વર્ષ પોતાની સેવાઓ આપી શકશે. કેન્દ્રએ એક અધ્યાદેશ મારફતે બંન્ને એજન્સીઓના વડાનો કાર્યકાળની સીમા વધારી દીધી છે.


નોંધનીય છે કે વર્તમાનમાં ઇડીના ડિરેક્ટર સંજય મિશ્રા છે. તેમનો કાર્યકાળ આ સપ્તાહમાં પૂર્ણ થઇ રહ્યો હતો પરંતુ હવે વટહુકમ બાદ સરકાર ઇચ્છે તો તેમનો કાર્યકાળને બે વર્ષ સુધી વધારી શકે છે. જોકે, હાલમાં સંજય મિશ્રાને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર આદેશ જાહેર કરાયો નથી.


 






નવા વટહુકમ અનુસાર સીબીઆઇ અને ઇડીના ચીફની નિમણૂક અગાઉ બે વર્ષ માટે કરવામાં આવતી હતી. ત્યારબાદ ત્રણ વર્ષનો (1+1+1 ) કરીને એક્સટેશન આપવામાં આવતા હતા. એક-એક વર્ષ માટે ત્રણ એક્સટેશન આપવામાં આવી શકે છે. પરંતુ આ કુલ પાંચ વર્ષથી વધુ હોવું જોઇએ નહીં.


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વટહુકમને મંજૂરી આપી છે કારણ કે સંસદનું સત્ર હાલમાં ચાલી રહ્યું નથી. સીવીસી (સંશોધન) વટહુકમ અને દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના (સંશોધન) અધિનિયમ વટહુકમ સંસદના આવનારા શિયાળુ સત્ર અગાઉ સીબીઆઇ અને ઇડિના નિર્દેશકોનો કાર્યકાળના વિસ્તારને મંજૂરી આપવામાં આવી છે.



દિલ્હી પોલીસ વિશેષ સ્થાપના (સંશોધન) વટહુકમ 2021માં સીબીઆઇ ડિરેક્ટરના સંબંધમાં સમાન જોગવાઇઓ અને આ તરત લાગુ થાય છે. હાલમાં ઇડી અને સીબીઆઇના ચીફનો કાર્યકાળ બે વર્ષનો છે. દેશમાં સીબીઆઇના વર્તમાન ચીફ સુબોધ જયસ્વાલ છે અને ઇડીના ચીફ સંજય કુમાર મિશ્રા છે.


રાજ્યમાં ઠંડીનું વધ્યું જોર, જાણો ક્યાં સમયથી હાડ થીજાવતી ઠંડીનો થશે અનુભવ, હવામાન વિભાગે શું કરી આગાહી


Surat: એક જ પરિવારના 5 સભ્યોને કોરોના, રસીના બંને ડોઝ લીધા હોવા છતાં કોરોના થતાં ખળભળાટ, ત્રણ વર્ષનાં ટ્વિન્સ પણ ભોગ બન્યાં


Laxman As NCA Chief: સૌરવ ગાંગુલીની વાત માની વીવીએસ લક્ષ્મણ બનશે NCAના અધ્યક્ષ