નવી દિલ્હીઃ પાકિસ્તાન સાથે વધેલા તણાવ બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર રશિયા પાસેથી 464 ટી-90 ટેન્ક ખરીદવાની મંજૂરી આપી છે. 13500 કરોડ રૂપિયાની આ ડિલમાં રશિયા નિર્મિત ટી-90 ટેન્ક ભારતે સોંપવામાં આવશે. સૂત્રોના મતે ભારત રશિયા પાસેથી 464 ટેન્ક ખરીદી રહ્યું છે. બંન્ને દેશો વચ્ચે આવનારા સમયમાં કરાર પર હસ્તાક્ષર કરશે.

14 ફેબ્યુઆરી સીઆરપીએફ પર થયેલા આતંકી સંગઠન જૈશના હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. આ નવી ડીલના કારણે ભારતીય સૈન્ય પાસે તોપોની સંખ્યા વધીને લગભગ 2000 નજીક થઇ જશે. ભારત પાસે હાલમાં ટી-72 અને ટી-55 ટેન્ક છે. ભારતીય સૈન્ય અર્જુન માર્ક-1ની 2 રેજીમેન્ટ હંમેશા તૈનાત રહે છે. ભારતના બખ્તરબંધ રેજીમેન્ટોમાં મુખ્ય રીતે ટી-90, ટી-72 અને અર્જુન ટેન્ક સામેલ છે.