આજનો દિવસ ભારતા માટે ઐતિહાસિક છે, કેમકે લગભગ 11 વર્ષ બાદ ઇસરોએ ફરીથી ચંદ્ર પર ભારતનો પરચમ લહેરાવવા જઇ રહ્યું છે. ચંદ્રયાન-2 ચંદ્રની દક્ષિણી ધ્રૂવ પર લેન્ડિંગ કરશે, જે ચંદ્રની માટીની તપાસ કરશે અને ચંદ્રના વાતાવરણનો પણ રિપોર્ટ આપશે.
ચંદ્રયાન-2 ચંદ્રના ભૌગોલિક વાતાવરણ, તેના વાયુમંડળની બહારનું આવરણ, ખનિજ અને ચંદ્ર પર પાણીની ઉપલબ્ધતાની માહિતી એકઠી કરશે.
ઇસરોએ કહ્યું કે, ચંદ્રયાન-2ને ચંદ્ર પર ઉતરતા 54 દિવસ લાગશે. ઇસરો અનુસાર ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણી ધ્રૂવ વિસ્તારમાં ઉતરશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ 15 જુલાઇએ ચંદ્રયાન-2નું લૉન્ચિંગ થવાનુ હતુ, પણ ટેકનિકલી ખામીના કારણે લૉન્ચિંગને પૉસ્ટપોન્ડ રાખવામાં આવી હતી, જેને આજે સફળતાપૂર્વક લૉન્ચ કરી દેવામાં આવ્યુ છે.
ભારતનું આ બીજુ ચંદ્રયાન મિશન છે, અગાઉ વર્ષ 2008માં ભારતે ચંદ્રયાન-1ને સફળતાપૂર્વક લૉન્ચ કર્યુ હતુ.