ચંડીગઢ: પંજાબના કેબિનેટ મંત્રી વિક્રમ સિંહ મજીઠિયાના માનહાનિના મામલે શુક્રવારે અમૃતસરની કોર્ટે અગત્યની સુનવણી હાથ ધરી હતી. કોર્ટમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સંજય સિંઘ અને આશિષ ખેતાન પર આરોપ સાબિત કરવામા આવ્યાં છે. અદાલતે અરવિંદ કેજરીવાલ, સંજય સિંગ અને આશિષ ખેતાનને નોટીસ જાહેર કરી છે. આ મામલે વધુ સુનવણી 4 જાન્યુઆરી 2017ના કરવામાં આવશે.
પંજાબના કેબિનેટ મંત્રી વિક્રમ સિંહ મજીઠિયાએ અરવિંદ કેજરીવાલ સહિત આપના નેતા આશિષ ખેતાન અને સંજય સિંઘ પર ડ્રગ્સ વેપારના આરોપોના મામલે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ મામલે અમૃતસર કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. કેસ દાખલ કરતી વખતે મજેઠિયાએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપ ખોટા છે. આ તેમની વિરૂધ્ધમાં એક ષડયંત્ર છે અને તેઓ તેમને સજા અપાવશે. વિક્રમ મજીઠિયાએ આપના પંજાબના ઈંચાર્જ સંજય સિંહ પર પહેલા જ લુધિયાણા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પરંતુ ત્યારબાદ સંજય સિંહને જમાનત મળી ગઈ હતી.
આ વર્ષે માર્ચમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના રેવન્યૂ મિનિસ્ટર વિક્રમ મજીઠિયા પર ડ્રગ્સનો વેપાર કરવાનો આરોપ લગાવ્યો હતો. આપ તરફથી કહેવામાં આવ્યું હતું કે મજૂઠિયાએ પંજાબમાં હજારો યુવકોને બરબાદ કર્યા છે.
આ પહેલા વિત્ત મંત્રી અરૂણ જેટલીએ પણ કેજરીવાલ પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ફિરોજશાહ કોટલા સ્ટેડિયમના પુન નિર્માણમાં થયેલા ગોટાળામાં કેજરીવાલે અરૂણ જેટલ પર આરોપો લગાવ્યા હતા.