પોલીસે મેટ્રોમોનિયલ સાઈટ પર એનઆરઆઈ બની ફર્જી બાયોડેટા નાખી યુવતીઓને ફસાવતા એક નાઈઝીરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલામાં 7 પુરૂષ અને 2 મહિલા નાઈઝીરિયનની ધરપકડ કરી છે.


દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગ મેટ્રોમોનિયલ સાઈટ પર એનઆરઆઈ બની પોતાનો બાયોડેટા અપલોડ કરતા હતા અને બાદમાં કોઈ યુવતી સંપર્ક કરે તો પોતે વિદેશમાં સેટલ હોય અને બિઝનેસમેન બની લગ્નની લાલચ આપતા હતા. બાદમાં ભારત આવી મળવાની વાતો કરતા હતા. દિલ્હી પોલીસના દરિયાગંજ પોલીસ સ્ટેશનના એસએચઓ સંજય કુમાર મુજબ આ ગેંગ પોતાની ઝાળમાં યુવતીઓને ફસાવ્યા બાદ મોંઘી ગીફ્ટ સાથે આવવાની વાત કરતા. બાદમાં કસ્ટમમાં ગીફ્ટના ક્લીયરન્સ કરવવાને લઈ યુવતીઓ પાસેથી એકાઉન્ટમાં પૈસા પડાવતા હતા.
દરિયાગંજ વિસ્તારમાં રહેતી એક યુવતીની ફરિયાદ પરથી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પીડિતા પાસેથી આ ગેંગે કસ્ટમ ક્લીયરન્સના નામ પર આશરે 85 હજાર રૂપિયા એકાઉન્ટમાં નખાવ્યા હતા. બાદમાં પોલીસે તેના નંબર ટેકનિકલ સર્વેલાન્સ પર નાખ્યા હતા. એસએચઓ સંજય કુમારના મુજબ આ ગેંગ ખૂબ જ શાતિર હતી, દરેક ફ્રોડ બાદ સીમકાર્ડ બદલી નાખતા હતા. એટલું જ નહી વારંવાર લોકેશન પણ બદલતા હતા. આશરે 2 હજાર મોબાઈલ નંબરની તપાસ અને ટેક્નિકલ બાદ ગ્રેટર નોઈડામાં રેડ કરી પોલીસે આ ગેંગની ધરપકડ કરી છે. ગેંગની બેંક ડિટેલ્સથી આશરે 300 યુવતીઓની ખબર પડી છે જેમની સાથે ફ્રોડ કરી ચૂક્યા છે.

દિલ્હી પોલીસે તેની પાસેથી 54 મોબાઈલ ફોન મળી આવ્યા છે. આ સાથે જ ચાર લેપટોપ પણ જપ્ત કર્યા છે જેના માધ્યમથી છેતરપિંડી કરતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ખોટા ડૉક્યુમેન્ટના આધાર પર ઘણા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા.